ભુજ, તા. 28 : તાલુકાનાં લેર અને કોટડા (ચ.)
વચ્ચે ગઈકાલે રાત્રે માર્ગમાં એકટિવાની આડે ભેંસ આવતાં કોટડા (ચ.)ના 40 વર્ષીય યુવાન અજય જયંતીલાલ
પટેલને માથાંમાં ગંભીર ઈજા પહોંચતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. કોટડા (ચ.)ના
ઉમિયા નગરમાં રહેતા અને ભુજમાં ઈલેક્ટ્રિક્સની દુકાનમાં ઈલેક્ટ્રિશિયન તરીકે નોકરી
કરતા અજયભાઈ ગઈકાલે રાત્રે 8.30 વાગ્યે તેનું
કામ પતાવીને ભુજથી પરત ઘરે કોટડા (ચ.) તેની એક્ટિવાથી જઈ રહ્યા હતા, ત્યારે નવ-સાડાનવ વાગ્યાના અરસામાં લેર અને
કોટડા (ચ.) વચ્ચે માર્ગમાં ભેંસ આડી આવતા સર્જાયેલા અકસ્માતમાં અજયભાઈને માથાંના ભાગે
ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ભુજની આયુષ હોસ્પિટલ અને બાદમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં
લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતકના બનેવી નંદલાલ ભગતે હોસ્પિટલની પોલીસ
ચોકીમાં વિગતો જાહેર કરી હતી.