• બુધવાર, 29 ઑક્ટોબર, 2025

કચ્છમાં છ લોકોનું આત્મઘાતી પગલું

ભુજ/ગાંધીધામ, તા. 28 : આજના આધુનિક યુગમાં યુવાનોમાં સહનશક્તિનો સતત અભાવ વર્તાઈ રહ્યો છે. નાની અમથી બાબતમાં પણ અંતિમ પગલાં લેવાના બનાવોનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. તેમાંય ગળેફાંસો ખાઈને જીવ દઈ દેવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આ વચ્ચે કચ્છમાં માધાપર, મીઠીરોહર, ચોપડવા, અંજારમાં યુવાનોએ, તો જખૌ બંદરમાં યુવા પરિણીતાએ ગળે ફાંસા ખાઈ જીવાદોરી ટૂંકાવ્યાના તાજા જ બનાવો સામે આવ્યા છે. જ્યારે ભુજમાં માનસિક રીતે બીમાર મહિલાએ વધુ પડતી દવાઓ ખાઈ લેતા મોતને ભેટી હોવાનું સામે આવ્યું છે. - માધાપરમાં યુવાને ફાંસો ખાધો : માધાપરના નવાવાસના જલારામધામમાં રહેતા 27 વર્ષિય યુવાન જિતેશ પ્રેમજી મકવાણાએ કોઈ અગમ્ય કારણોસર તા. 27/10ના સાંજે પોતાનાં ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે તેના પિતા પ્રેમજીભાઈ હીરાભાઈ મકવાણા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પિતા પ્રેમજીભાઈએ જાહેર કરેલી વિગતોના આધારે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી. - મીઠીરોહરના ટિમ્બરમાં  શખ્સે ગળેફાંસો ખાધો : પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ તાલુકાના મીઠીહોરમાં  આવેલા સિંઘલા ટિમ્બરમાં અકસ્માત મોતનો બનાવ ગત તા. 27ના  સવારે 8 વાગ્યાના અરસામાં બન્યો હતો.  હતભાગી યુવાન પ્રિન્સ  શ્યામદેવ ઠક્કરે  ઞળાફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવ્યો હતો. બનાવ પાછળનું કારણ અકળ છે. - ચોપડવામાં યુવાને દોરી વડે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી : ભચાઉ તાલુકાના ચોપડવા ગામમાં  ઈન્ડો બ્રાન્ડ કંપનીમાં  ગત તા. 27ના મોડી રાત્રિના અરસામાં અકસ્માત મોતનો બનાવ બન્યો હતો. હતભાગી યુવાન  સંજય ગણપત કોલીએ  અગમ્ય કારણોસર રૂમમા લોખંડનાં એંગલ સાથે દોરી  વડે  ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. - અંજારમાં યુવાન બાવળની ઝાડીમાં લટક્યો : અંજારમા  અકસ્માત મોતનો બનાવ  ગત તા. 27ના સાંજે 4 વાગ્યાના અરસામાં બન્યો હતો.  હતભાગી યુવાન  કાલી મન્નુ ભેડાએ  માધવનગરમાં ગૌશાળાની બાજુમાં  ઘરની બહાર બાવળની ઝાડીમાં  ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ પછવાડેનું કારણ અકળ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  - જખૌ બંદરમાં યુવા પરિણીતાએ ગળે ટૂંપો ખાઈ જીવ દીધો : મૂળ કોટડા બંદર (તા. કોડીનાર, જિ. ગીર-સોમનાથ)વાળી 22 વર્ષની યુવા પરિણીતા વંદનાબેન બારિયાએ ગઈકાલે બપોરે કોઈ અકળ કારણે હાલના અબડાસાનાં જખૌ બંદરે પોતાનાં ઘરનાં છાપરામાં ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવી લીધું હતું. જખૌ મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મરવા પાછળનાં કારણો જાણવા તપાસ હાથ ધરી છે. - ભુજમાં માનસિક બીમાર મહિલાનું વધુ પડતી દવા લઈ લેતાં મૃત્યુ : ભુજનાં રામનગરી ચારણ વાસમાં રહેતી 42 વર્ષીય મહિલા શાંતાબેન આલાભાઈ ચારણ માનસિક રીતે બીમાર હોવાથી આજે બપોરે તેણે પોતાનાં ઘરે દવાઓ વધુ પ્રમાણમાં ખાઈ લેતા તેની સ્થિતિ લથડતા સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં મૃતકના ભત્રીજા મનીષ ચારણે જાહેર કરી હતી.  

Panchang

dd