ભુજ, તા. 28 : અબડાસાના ખુઅડાની સીમમાં બાતમીના
આધારે રાત્રે એલસીબીની ટીમ પહોંચતા પોલીસને જોઈ ઈસમો નાસી છૂટયા હતા. જો કે, છળકપટ કે ચોરીથી મેળવેલા શંકાસ્પદ કોપર વાયર
કિં. રૂા. ત્રણ લાખ તથા બે બાઈક પોલીસે જપ્ત કરી હતી. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો
મુજબ કોઠારા પોલીસ વિસ્તારમાં એલસીબીની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, ખુઅડા ગામની દક્ષિણ દિશાએ
આવેલી પવનચક્કીથી થોડે દૂર બાવળોની ઝાડીમાં અમુક ઈસમો ચોરી કે છળકપટથી મેળવેલા કોપર
વાયર સગેવગે કરી રહ્યા છે. આ બાતમીના આધારે ટીમ ત્યાં પહોંચતા દૂરથી પોલીસને જોઈ ઈસમો
નાસી છૂટયા હતા. બનાવ સ્થળેથી કાપેલા કોપરના વાયર આશરે 600 મીટર કિં. રૂા. ત્રણ લાખ તથા
બે બાઈક બજાજની નં. જીજે-12-ઈએફ 2219, કિં. રૂા. 15,000 તથા હીરોની બાઈક નં. જીજે-12-ઈસી-7566 કિં. રૂા. 25000નો શક પડતો મુદ્દામાલ જપ્ત
કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.