મેલબોર્ન, તા. 27 : પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝ અગાઉ
ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડયો છે. ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની
એશિઝ શ્રેણી 20 નવેમ્બરથી પર્થ ટેસ્ટથી શરૂ
થશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને મુખ્ય ઝડપી બોલર પેટ કમિન્સ આ ટેસ્ટ મેચની બહાર થઇ ગયો
છે. તે પીઠની ઇજામાંથી હજુ સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. આથી તે હાલમાં ભારત સામેની 3 મેચની વન-ડે શ્રેણીનો પણ હિસ્સો બની શક્યો
ન હતો. કમિન્સ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની બહાર થવાથી આ મેચમાં અનુભવી બેટધર સ્ટીવન
સ્મિથ ઓસ્ટ્રેલિયાનું સુકાન સંભાળશે. બીજી ટેસ્ટ તા. 3 ડિસેમ્બરથી રમાશે, જેમાં કમિન્સ કદાચ વાપસી કરશે. સ્મિથ અગાઉ 40 ટેસ્ટમાં કપ્તાની કરી ચૂકયો
છે, જેમાં ઓસ્ટ્રેલિયાને 23 મેચમાં જીત મળી છે અને 10માં હારનો સામનો કર્યો હતો. 7 ટેસ્ટ ડ્રો રહી હતી. પર્થ ટેસ્ટમાં કમિન્સના
સ્થાને ઓસ્ટ્રેલિયા ઇલેવનમાં સ્કોટ બોલેંડને તક મળવી નિશ્ચિત છે. તેના નામે 14 ટેસ્ટમાં 62 વિકેટ છે.