ગાંધીધામ, તા. 28 : ગાંધીધામ મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં
સમાવેશ થયેલા મેઘપર બોરીચી અને કુંભારડી સૌથી વધુ ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલા છે. અહીં ગટરની સમસ્યા હલ થતી
નથી અને સફાઈ કરવામાં આવતી નથી હાલની સ્થિતિ હતો રોગચાળાનો ગંભીર ખતરો ઉભો થયો છે.લોકો
મહા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લગભગ દસ મહિનાનો સમય વીતી ગયો છે આ દરમિયાન મહાનગરપાલિકા
દ્વારા આ બંને ગામોના સોસાયટી વિસ્તારોમાં કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી તેને કારણે
પરિસ્થિતિ વણસેલી છે. પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી લોકોની સમસ્યાઓને
લઈને સક્રિય થયા છે. મંગળવારે નાયબ મ્યુનિસિપલ
કમિશનર સંજય રામાનુજ અને મેહુલ દેસાઈ, એન્જાનિયર અણઁવ બુચ, સેનેટરી ઇન્સ્પેક્ટર કરણ ધુવા,
ઓવર્સિયર દિનેશ પુજારા,શ્રી જેઠવાણી ચેતના અધિકારીઓ
અને કર્મચારીઓ સાથે મેઘપર બોરીચી ના સોસાયટી વિસ્તારોની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ
કર્યું હતું. અહીં સ્થિતિ અત્યંત ખરાબ છે લોકોના ઘરની આગળ અને પાછળ ગટરના દૂષિત પાણી
ભરાયેલા છે ઉપરાંત સફાઈ થતી નથી કમિશનરે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી
છે. આ વિસ્તારની ગટર અને પાણીની સમસ્યા હલ
કરવા અને લાંબા ગાળાના સુદ્રઢ આયોજન માટે ખાનગી એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં
આવી છે.આખો પ્રોજેક્ટ તૈયાર કરીને ખાસ કિસ્સામાં સરકારમાં તેની દરખાસ્ત કરવામાં આવશે.
એજન્સીને મહાનગરપાલિકા માં સમાવેશ થયેલા ગ્રામીણ વિસ્તારમાં પાણી અને ગટરની સમસ્યા
હલ કરવા માટે ની સર્વેની કામગીરી સોંપાઈ છે. મેઘપર બોરીચી અને કુંભારડીની સમસ્યા દૂર
કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો છે તત્કાલીન સમયના મનપાના અધિકારીઓ પણ 500 કરોડનો અંદાજ વ્યક્ત કરી રહ્યા
હતા. પ્રોજેક્ટ તૈયાર થાય અને સરકારમાં દરખાસ્ત મુકવામાં આવે તેમાં લાંબો એવો સમય નીકળી
જાય તેવી સંભાવના છે ત્યાં સુધીમાં વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારને ગટર અને પાણીની
તેમજ સફાઈની સમસ્યા દૂર કરવા માટે પગલા ભરવામાં આવે તો જરૂરી છે. મનપાના વહીવટી તંત્ર દ્વારા પાંચ કરોડના ખર્ચે વરસાદી
પાણીના નિકાલ માટે નાળાઓ બનાવયા છે. 2.52 કરોડના ખર્ચે ગટર લાઈન નાખવામાં આવશે, આ ઉપરાંત ગટરના દૂષિત પાણીના નિકાલ માટે વ્યવસ્થાઓ
ઊભી કરાશે તેમ વહીવટી તંત્ર કહી રહ્યું છે.