ભુજ, તા. 28 : ચુડવાના ટિમ્બરમાંથી ઉધારથી
લાકડાં ખરીદી અંગે આપેલો રૂા. 1.50 લાખનો ચેક
પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ચૂકવવા ગાંધીધામ કોર્ટે
હુકમ કર્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ચુડવામાં
આવેલી ડી.ડી. અગ્રવાલ ટિમ્બર પ્રા. લિ.માંથી આરોપી જીલાની ટિમ્બર એન્ડ ફર્નિચરના પ્રોપરાઈટર
મહેબૂબ બાસા સૈયદે ઉધારથી રૂા. 1.50 લાખનું લાકડું
ખરીદ્યું હતું. બાકી લેણા અંગે આરોપી પાસે વારંવાર માગણી કરતા આરોપીએ લેણી રકમનો ચેક
આપ્યો હતો, જે પરત ફરતા ફરિયાદીએ કોર્ટ
કેસ કરતા ગાંધીધામના અધિક જ્યુ. મેજિ. (ફર્સ્ટ કલાસ) જજ અભિષેક સાહુએ આરોપીને ગુનેગાર
ઠેરવી એક વર્ષની કેદ તથા ફરિયાદીના બાકી નીકળતી ચેકની રકમ રૂા. 1.50 લાખ 30 દિવસમાં ફરિયાદીને ચૂકવી આપવા
અને રકમ ન ચૂકવે, તો વધુ એક
માસની સજા ભોગવવાનું હુકમ કર્યો છે. ફરિયાદીના એડવોકેટ શૈલેન્દ્ર ડી. માતંગે હાજર રહી
ટ્રાયલ ચલાવી હતી.