• બુધવાર, 29 ઑક્ટોબર, 2025

બેંકની લોન પેટેનો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની કેદ તથા દંડ

ભુજ, તા. 28 : બેંક ઓફ ઈન્ડિયાની માધાપર શાખામાંથી સાંતલપુરના શ્રીરામ પૂંજા પટેલે લીધેલી સાત લાખની હોમ લોન પેટે હપ્તા તથા વ્યાજ ચુકવણી પેટે આપેલો ચેક પરત ફરતા થયેલા કોર્ટ કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા દંડ અદાલતે ફટકાર્યો છે. આ કેસની ટૂંક વિગત મુજબ બેંક ઓફ ઈન્ડિયાની માધાપર શાખામાંથી આરોપી શ્રીરામ પટેલ (રહે. સાંતલપુર)એ સાત લાખ રૂપિયાની હાઉસિંગ લોન લીધી હતી. હપ્તા તથા વ્યાજ ચૂકવવા આરોપીએ બેંકની તરફેણનો આપેલો રૂા. 8,23,218નો ચેક પરત ફરતા આ અંગે કોર્ટમાં ફરિયાદ કરતા ભુજના ત્રીજા અધિક જ્યુ. મેજિસ્ટ્રેટે ગુનો માની આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 12 લાખ વળતર ચૂકવવા અને આરોપી સામે વોરન્ટ જારી કર્યો છે. ફરિયાદ પક્ષે બેંક વતી એડવોકેટ પ્રદીપ ગોરજી હાજર રહ્યા હતા. 

Panchang

dd