નવી દિલ્હી, તા. 27 : ઉત્તરાખંડના
ઋષિકેશમાં એક 82 વર્ષીય બ્રિટિશ મહિલા ઓલેના
બાયકોએ સૌ કોઈને મુગ્ધ કરી દે તેવા કમાલના કરતબ બતાવતાં 117 મીટર ઊંચાઈ પરથી છલાંગ લગાવી
હતી. હિમાલયન બંજી જંપિંગ સેન્ટરનો આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. ઓલેનાનો આ વીડિયો
આજે દુનિયાભરમાં પ્રેરણારૂપ બની ગયો છે, જે બતાવે છે કે, હિંમતને કોઈ ઉંમર નડતી નથી. 82 વર્ષની મોટી વયે મોટી છલાંગ
મારતી વખતે બ્રિટિશ મહિલા ઓલેનાના ચહેરા પર જરા જેટલો પણ ભય ન હોતો. ઊલટું સ્મિત જોવા
મળ્યું હતું.