અંજાર, તા. 14 : કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ
મહિલા મંડળ (પૂર્વ) તથા અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે
ઔષધી રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જડેશ્વર મહાદેવ મંદીર ખાતે
આયોજિત કાર્યક્રમમાં મહિલા મંડળના પ્રમુખ રચનાબેન જોશી તથા કારોબારી સભ્યો, કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ હિરેનભાઈ
ખાંડેકા કારોબારી સભ્યો રોહિતભાઈ ખાંડેકા,
ભુપેન્દ્રભાઈ રાવલ, મહેશભાઈ ભટ્ટ, દીપકભાઈ મઢવી, તેજસભાઈ હર્ષ, મહેન્દ્રભાઈ
પંડ્યા, હિતેશભાઈ જોશી, રમેશભાઈ બાલાસરા
ઉપસ્થિત રહ્યા હતા. શહેર તથા આસપાસના નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહી ઔષધી રોપા વિતરણનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન અંદાજે 1100 જેટલા ઔષધી રોપાનું વિતરણ કરવામાં
આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ, ઔષધીય
વનસ્પતિના સંવર્ધન અને સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી મહિલા મંડળ
દ્વારા દર વર્ષે આ પ્રકારના સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મહિલા મંડળની
બહેનોએ આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજ અને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા
વ્યક્ત કરી હતી. મહિલા મંડળના પ્રમુખ રચનાબેન જોષી, કાજલબેન સુરાણી,
દિશાબેન આચાર્ય, પ્રીતિબેન સુંબડ, તૃપ્તિબેન જાની, જશવંતીબેન પંડ્યા, મનીષાબેન ત્રિવેદી, દક્ષાબેન આચાર્ય, હંસાબેન ગામોટ, લીલાબેન ભટ્ટ, દર્શનાબેન
જોશી, હંસાબેન જોશી, રિંકુબેન જોશી,
વર્ષાબેન ભટ્ટ, મનીષાબેન બાપટ, ભારતીબેન ગામોટ, સરલાબેન પંડ્યા, ચંદ્રિકાબેન આચાર્ય, મનીષાબેન ભટ્ટ, પૂનમ દેવધર, દિવ્યા દેવધર, રૂચિ
ઉપાધ્યાય, મંજુલાબેન, સંદિપાબેન, જયશ્રીબેન પટેલ સહિતના બહેનો આયોજનમાં
સહયોગી બન્યા હતાં.