વોશિંગ્ટન, તા. 14 : અમેરિકાએ ભારત સહિત દુનિયાના
40થી વધુ દેશો પર એક મોટો આરોપ લગાવ્યો છે.
અમેરિકાનું કહેવું છે કે આ દેશો ચીનને તેના પર લાગતા ભારે ટેરિફમાંથી બચાવવામાં મદદ
કરી રહ્યા છે. આ માટે ચીન એક `ગુપ્ત માલ
વહન નેટવર્ક' ચલાવી રહ્યું છે,
જેમાં ચીનની વસ્તુઓ પહેલાં ભારત કે અન્ય દેશોમાં મોકલવામાં આવે છે અને
ત્યાંથી આ દેશોનાં નામે અમેરિકામાં વેચવામાં આવે છે. વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર
નવારકાએ તેમના રિપોર્ટ `ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ
સ્કેમ'માં આ ખુલાસો કરતા દાવો કર્યો છે કે,
આ રીતે ચીન અમેરિકાના કડક વેપાર નિયમો અને ટેરિફથી બચી રહ્યું છે. રિપોર્ટ
અનુસાર, વર્ષ 2018માં જ્યારે તત્કાલીન ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન પર અન્યાયી વેપાર
નીતિઓ બદલ કલમ 301 હેઠળ ભારે ટેરિફ લાદ્યા હતા, ત્યારથી ચીને ટેરિફથી બચવા માટે આ ગેરકાયદેસર
રસ્તો અપનાવ્યો હતો. અમેરિકન પ્રમુખના વેપાર અને ઉત્પાદન સલાહકારે સ્પષ્ટ કર્યું કે,
ચીનના આ `શેડો ટ્રાન્સશિપમેન્ટ
નેટવર્ક'માં ભારત સિવાય અમેરિકાના સૌથી મોટા વેપારી ભાગીદારો
જેવા કે મેક્સિકો, કેનેડા, યુરોપિયન યુનિયન,
જાપાન અને સાઉથ કોરિયા પણ સામેલ છે. ચીન આ દેશોના ઉદાર ફ્રી ઝોન,
નબળા કસ્ટમ્સ ચાકિંગ અને સસ્તા શ્રમનો લાભ ઉઠાવીને અમેરિકન બજાર સુધી
સરળતાથી માલ પહોંચાડી રહ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ચીન પોતાના સામાનને ભારત
જેવા ત્રીજા દેશોમાં મોકલે છે. ત્યાં માત્ર થોડું રિ-પેકાજિંગ, લેબલ બદલવું, નવું બિલ બનાવવું કે રૂટ બદલવા જેવા
નજીવા ફેરફારો કરીને સામાન પરથી `મેડ ઇન ચાઇના'નું બ્રાન્ડિંગ હટાવી દેવામાં આવે છે. દાખલા તરીકે, ભારતની
પૂણે-ગુજરાત-ચેન્નાઈ પ્રોડક્શન બેલ્ટમાં વપરાતા પંપ અને કપ્રેસર જેવા ચીની સામાનનો
ઉપયોગ કરીને તેને આગળ મોકલવામાં આવે છે, જેનાથી અમેરિકાની ટેકનોલોજી
સપ્લાય ચેઈન પ્રભાવિત થાય છે. પીટર નવારકાએ જણાવ્યું છે કે, આ
પ્રકારની ગેરકાયદેસર અને શંકાસ્પદ ખેપોને ઓળખવા અને તેમની સામે સખત કાર્યવાહી કરવા
માટે અમેરિકા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) ટેકનોલોજીનો ઉપયોગ કરવાની યોજના બનાવી
રહ્યું છે. આ કડક પગલાંથી ચીનની સાથે સાથે આ નેટવર્કમાં સામેલ દેશો પર પણ અમેરિકાનું
વેપારી દબાણ વધવાની શક્યતા છે.