ભુજ, તા. 14 : આજે સંસ્કારનગર સ્થિત એન્કરવાલા
સરસ્વતી વિદ્યામંદિર પ્રસાદી ભવન ખાતે અખંડ ભારત સ્મૃતિદિનની ઉજવણી કરાઇ હતી. શાળાના
નિયામક વનરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને અખંડ ભારતનો ઇતિહાસ તથા ભારતના વિભાજન અંગે
વાત કરી હતી. અખંડ ભારતના ભાગલાને કારણે કેવી દર્દનાક પરિસ્થિતિનો સામનો કરવો પડયો
હતો તે જણાવ્યું હતું. 15 ઓગસ્ટના ભારત
આઝાદ થયું, પરંતુ 14 ઓગસ્ટના ભારતનું વિભાજન થયું, જે ભારત અખંડ ભારત તરીકે ઓળખાતું હતું તેનું
વિભાજન થયું. શાળાના વિદ્યાર્થીઓને આ દિવસના ઇતિહાસ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે
શાળાના પ્રધાનાચાર્ય નીરવબેન પાંધી, સહપ્રધાનાચાર્ય દર્શનાબેન
ધોળકિયા તેમજ શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.