• રવિવાર, 16 ઑગસ્ટ, 2026

પૂર્વ કચ્છના બે પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે

ગાંધીધામ, તા. 14 :  સ્વાતંત્ર્ય પર્વના વિશિષ્ટ સેવા બદલ પૂર્વ કચ્છ પોલીસના બે  અધિકારીને રાષ્ટ્રપતિ ચંદ્રક (એમ.એસ.એમ.) એનાયત કરવાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટના આગલા દિવસે જુદા-જુદા દળોમાં નોંધપાત્ર કામગીરી કરનારા કર્મવીરોના એવોર્ડ આપવા માટેની નામવલી જાહેર કરવામાં આવી હતી, જેમાં પૂર્વ કચ્છ પોલીસ દળના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છમાં હેડકવાર્ટર ખાતે પોલીસ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા બી.આર. કોલી તથા નેત્રમ વિભાગમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા જે.જી. રાજને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવશે. નોંધપાત્ર છે કે, પી.એસ.આઈ. શ્રી રાજનાં નેતૃત્વ તળે પૂર્વ કચ્છ નેત્રમ વિભાગ ગુનાશોધનની કામગીરી માટે સતત ચાર વર્ષથી પ્રથમ આવી રહ્યો છે તેમજ વર્ષ 2025માં તેમને ડીજીપી ડિસ્ક-2024 એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Panchang

dd