ભુજ, તા. 16 : ભુજ ખાતે `12 વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના'
હેઠળ યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત કચ્છના પ્રભારીમંત્રી કાંતિભાઈ
અમૃતિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હેઠળ હમીરસર તળાવ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ
ધરવામાં આવ્યું હતું. પ્રભારીમંત્રી સાથે
સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉપસ્થિત રહી શ્રમદાન કરી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ ઝુંબેશ હેઠળ ઉપસ્થિત ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ `સ્વચ્છાગ્રહી' બનવાની હાકલ કરતા નાગરિકોને `પ્લાસ્ટિક મુક્ત શહેર' બનાવવા પ્રેરક સંદેશ આપ્યો હતો. આ વોક-વેથી સ્મૃતિવન સુધીની સાઈકલોથોનને લીલીઝંડી
આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપતિ
શીતલ શાહ, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિ.
ભાજપના દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, ધવલ આચાર્ય, ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઈ
ખંડોર, મીત ઠક્કર, ડીઆરડીએના ડાયરેક્ટર
નિકુંજ પરીખ, પ્રાંત અધિક્ષક અનિલ જાદવ, ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ સહિત હાજર
રહ્યા હતા.