મુંબઇ, તા. 16 : આજે શિંદે જૂથના નેતા કૃપાલ
તુમનેએ ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના સાંસદો અંગે એક
મોટો દાવો કરતાં કૃપાલ તુમનેએ જણાવ્યું હતું કે, પક્ષપલટા અંગે સાત સાંસદ સાથે અંતિમ વાટાઘાટો
પૂર્ણ થઈ ગઈ છે. જોડાવાની માત્ર તારીખ બાકી છે. ઉદ્ધવ ઠાકરેના 16 ધારાસભ્ય પણ શિંદે જૂથના સંપર્કમાં
છે. તુમનેએ દાવો કર્યો છે કે,
ઉદ્ધવ ઠાકરે જૂથના સાત સાંસદો ટૂંક સમયમાં ચોમાસું સત્ર પહેલા શિવસેના
(શિંદે)માં જોડાશે. તેમણે કહ્યું કે, `ઓપરેશન ટાઇગર' માટેની બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને નાયબ
મુખ્યમંત્રી એકનાથ શિંદે તેના `મુખ્ય ડોક્ટર' છે. શિંદે જૂથના નેતા કૃપાલ તુમનેના આ દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ
મચી ગયો છે. જો કે, શિવસેના
યુબીટી નેતા સંજય રાઉત કહી રહ્યા છે કે, બધા સાંસદો પાર્ટી સાથે
છે. પક્ષમાં કોઈ વિભાજન થશે નહીં. તેમના `ઓપરેશન ટાઇગર'ના જવાબમાં, અમે `ઓપરેશન વુલ્ફ' પણ ચલાવીશું, પરંતુ આશંકા
અને દાવાઓ વચ્ચે, ઉદ્ધવ ઠાકરેને પણ સંકેત મળી ગયો હશે કે કોઈ
`રમત'
ચાલી રહી છે. તેથી જ ઉદ્ધવ ઠાકરેએ તેમના સાંસદો પછી ધારાસભ્યોની બેઠક
બોલાવી છે.