• બુધવાર, 17 જૂન, 2026

ટપ્પર : 79 લાખના શરાબના કેસમાં નવ આરોપીને પોલીસે દબોચ્યા

ગાંધીધામ, તા. 16 : અંજાર તાલુકાના ટપ્પર  ગામની વાડીમાંથી  ટેન્કરમાં ભરેલા શરાબનું કટિંગ  થતી વેળાએ જ પોલીસે ત્રાટકીને  79.52 લાખનો શરાબ ઝડપી પાડયો હતો. આ કેસમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા  માટે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કેસમાં  નવ આરોપીને ઝડપી પાડી રિમાન્ડ મેળવાયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ કેસની  તપાસ એલ.સી.બી. દ્વારા પોતાની પાસે રાખવામાં આવી હતી. આરોપીઓને કાયદાના સકંજામાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.  તપાસ દરમ્યાન એફ.આઈ.આર.માં નામ ઉપરાંત  અન્ય આરોપીઓની સંડોવણી હોવાનું  ફલીત થયું હતું અને તે દિશામાં તપાસ હાથ ધરાઈ હતી. આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને  ફરાર આરોપીઓને  ઝડપી પાડવા જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી.   પોલીસે મુખ્ય આરોપીઓ સાથે મળી દારૂનું કટિંગ કરાવનાર જગમાલ રામજી ભરવાડમજૂર પૂરા કરનાર મંગલસિંહ ઉર્ફે સરદાર પ્રતાપાસિંહ  હડવંશી, દારૂ કટિંગ કરાવનાર મુખ્ય આરોપી  મહેશ ઉર્ફે પરેશ ધનાભાઈ મરંડ, લેબર પૂરા પાડનાર સોનુ ઉર્ફે બબનસિંઘ ભારદ્વાજ, મોટા વાહનમાંથી દારૂ ઉતારનારા સુનીલ ઈશ્વર રવિદાસરામસુહાગ રામઆધાર રાય, વિકાસ રામઆધાર રાયદિલીપકુમાર ઉર્ફે બાંડિયા  રાજારામા મહંતો અને ગોલુકુમાર વિનોદ મહંતોને ઝડપી પાડવા હતા. આરોપીઓના 12 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા, તે પૈકી રિમાન્ડ હેઠળ રહેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી  અન્ય  આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે. 

Panchang

dd