• બુધવાર, 17 જૂન, 2026

રાજવી ફાટકનાં અધૂરાં કામ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમ

ગાંધીધામ, તા. 16 : લાંબા સમયથી અટકેલા ઓવરબ્રિજના કામને તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી  દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાની આગેવાનીમાં આંદોલનાત્મક કાર્યક્રમ અપાયો હતો. ત્યારબાદ અંજાર સ્થિત  માર્ગ મકાન વિભાગ ખાતે  રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન R&B વિભાગને રજૂઆત કરીને ગાંધીધામના વિકાસ સાથે જોડાયેલા મહત્ત્વના ઓવરબ્રિજના કામને ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી. રાજવી ફાટકનો જે મુદ્દો છે, તેને ગાંધીધામની એક-એક વ્યક્તિ જાણે છે. કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે. સતત ફાટક બંધ  રહેતું હોવાથી ભારે ટ્રાફિકજામ સર્જાય છે. આ સિવાય હોસ્પિટલમાં જતી એમ્બ્યુલન્સને પણ અહીં ખૂબ જ રાહ જોવી પડે છે. આ પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું છે અને ખતમ થવાનું નામ નથી. આ કામ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવે તેવી ભારપુર્વકની માંગ કરાઈ હતી. આ કાર્યક્રમમાં દિગ્વિજય જાડેજા, સુનીલ જેઠવાણી, રાયસીભાઈ, નીલેશ મહેતા, નિર્મલાબેન, રાજેશ સથવારા, વિજય પ્રજાપતિ, યોગેશ કુંઠેશ્વર, જીતુભાઈ વિગેરે જોડાયા હતા. 

Panchang

dd