ભુજ, તા. 15 : સુરત ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ
સ્પર્ધામાં જિલ્લાના બે સ્પર્ધકને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય
છે કે,
મગજની તકલીફ ધરાવતા 16 વર્ષના દિવ્યાંગ નિત્ય અશોકભાઈ
હાથી આ કેટેગરીમાં સુવર્ણચંદ્રક મેળવનારા જિલ્લામાં પ્રથમ કિશોર છે તેમજ ડિગ્રીના
છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતી ધારા શર્માએ પણ પાવર લિફ્ટિંગમાં સુવર્ણચંદ્રક
મેળવ્યો છે. બંને સ્પર્ધકને વિશ્વ
ચેમ્પિયન પાવર લિફટર વત્સલ મહેશ્વરી દ્વારા તાલીમ અને માર્ગદર્શન અપાયું હતું.