• બુધવાર, 17 જૂન, 2026

ફેવરિટ સ્પેનને ડ્રોનો ઝટકો : ઈરાનનો લડાયક દેખાવ

લોસ એન્જેલસ, તા. 16 : યુદ્ધગ્રસ્ત દેશ ઇરાને રાજકીય તણાવ અને કઠિન પરિસ્થિતિ વચ્ચે ફૂટબોલ વર્લ્ડકપની તેની પહેલી મેચમાં લડાયક દેખાવ કરીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મેચ 2-2 ગોલથી ડ્રો કરી હતી. બીજી તરફ ટચૂકડા દેશ કેપ વર્ડેએ ફેવરિટ સ્પેનને આંચકો આપી મેચ ડ્રો કરી હતી. ગ્રુપ જીના આ રોમાંચક મેચમાં ઇરાને બે વખત પાછળ રહ્યા બાદ શાનદાર વાપસી કરીને ન્યૂઝીલેન્ડ ટીમને 2-2થી ડ્રો પર રોકી હતી. લોસ એન્જેલસમાં રમાયેલા આ મેચમાં ઇરાની ખેલાડીઓએ તમામ માનસિક દબાણને હડસેલીને પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. મેચ પછી અમેરિકી અધિકારીઓએ ઇરાની ટીમ સાથે ખરાબ ભાષામાં વર્તન કર્યું હતું અને તુરત દેશ છોડી દેવા કહ્યું હતું. ઇરાની ટીમ મેચ પછી તેના બેઝ કેમ્પ મેક્સિકો માટે રવાના થઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી પહેલો ગોલ સાતમી મિનિટે એલિજા જસ્ટે કર્યો હતો. 32મી મિનિટે રામિન રેઝાઇયને ગોલ કરીને ઇરાનને 1-1ની બરાબરી પર લાવી દીધું હતું. બીજા હાફમાં કિવીઝ ટીમે બીજો ગોલ કર્યો હતો અને 2-1ની સરસાઈ મેળવી લીધી હતી. 64મી મિનિટે ઈરાની સ્ટ્રાઇકર મોહમ્મદ મોહેબીએ ગોલ કરી સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો. જે અંત સુધી યથાવત્ રહી હતી. આથી મેચ 2-2થી ડ્રો રહી હતી. કેપ વર્ડેનો ગોલકીપર છવાયો :  મજબૂત સ્પેન સામેની મેચ  ગોલ રહિત ડ્રો ફિફા વર્લ્ડકપ-2026માં યુવા સિતારા લામિન યમાલ, નિકો વિલિયમ્સ જેવા સ્પેનના ખેલાડીઓ ચર્ચામાં છે, પણ એક 40 વર્ષીય ગોલકીપરે પોતાના અદ્ભુત દેખાવથી આ તમામને ઝાંખા પાડી દીધા હતા. પહેલીવાર વર્લ્ડકપ રમી રહેલ અજાણ્યા દેશ કેપ વર્ડેના ગોલકીપર વેજિન્હા સ્પેન વિરુદ્ધના મેચ બાદ દુનિયાભરના ફૂટબોલ ચાહકોનો હીરો બની ગયો હતો. ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ સ્પેન અને કેપ વર્ડેની મેચ ગોલ રહિત ડ્રો રહી હતી. આથી સ્પેનની એક અંકથી સંતોષ માનવો પડયો હતો. કેપ વર્ડેના ગોલકીપર વેજિન્હાએ ઓછામાં ઓછા શોટનો બચાવ કરીને સ્પેનને ગોલથી વંચિત રાખ્યું હતું. બેલ્જિયમને 1-1થી ડ્રો પર અટકાવતું ઇજિપ્ત વર્લ્ડકપની અન્ય એક મજબૂત ટીમ બેલ્જિયમ પણ તેની પહેલી મેચમાં વિજયથી વંચિત રહી હતી. તેનો ઇઝરાયેલ સામેની મેચ 1-1 ગોલથી ડ્રો રહી હતી. 19મી મિનિટે ઇઝરાયલે ગોલ કરી સરસાઈ મેળવી હતી. બીજા હાફમાં ઇઝરાયલના જ ખેલાડી મોહમ્મદ હનીએ ઓનગોલ કર્યો હતો. આથી સ્કોર 1-1ની બરાબરી પર આવી ગયો હતો અને અંત સુધી તેમાં કોઇ ફેરફાર થયો ન હતો. ગ્રુપ એચની ગઈકાલની મેચમાં સાઉદી અરબ અને ઉરૂગ્વેની ટક્કર થઈ હતી. જે મેચ પણ 1-1થી ડ્રો રહી હતી. 

Panchang

dd