નવી દિલ્હી, તા.16 : ભારતીય મહિલા
ક્રિકેટ ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ એક મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે.
પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને વર્ષ 2026ની દુનિયાની
100 પ્રભાવશાળી ખેલ હસ્તીમાં સ્મૃતિ
મંધાનાનો સમાવેશ કર્યો છે. આ સૂચિમાં જગ્યા બનાવનારી સ્મૃતિ એકમાત્ર ભારતીય ખેલ હસ્તી
છે. ટાઇમ મેગેઝિને ખેલ હસ્તીઓને ચાર કેટેગરીમાં રાખી છે. જેમાં આઇકન્સ, ટાઈટન્સ, ઇનવોવેટર્સ અને
લીડર્સ. સ્મૃતિ મંધાનાને ટાઇટન્સ લિસ્ટમાં રાખવામાં આવી છે. તેનું નામ 41મા નંબર પર છે. સ્મૃતિ કેલેન્ડર વર્ષમાં
વન-ડેમાં 1000 રન કરનારી પહેલી મહિલા ક્રિકેટર
છે. ટોપ ટેનમાં બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સ, આઇસ હોકી ખેલાડી હિલેરી નાઇટ, ફૂટબોલ સ્ટાર લિયોનલ મેસ્સી, ટેનિસ ખેલાડી યાનિક સિનર
જેવા ખેલાડી સામેલ છે. 100 ખેલાડીઓની
સૂચિમાં અન્ય એક ક્રિકેટરનું નામ પણ સામેલ છે. તે દ. આફ્રિકાનો ટેસ્ટ કપ્તાન તેંબા
બાવૂમા છે. તેની આગેવાનીમાં દ. આફ્રિકા ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિજેતા બની
હતી.