ભુજ, તા. 16 : આજે માધાપરમાં શ્રમ કચેરીની
ટીમે હાથ ધરેલી છાનબીનમાં કાપડની દુકાનમાં કામકાજ અર્થે બાળક રાખ્યાનું સામે આવતાં
વેપારી સામે બાળમજૂરી સબબનો ગુનો દાખલ થયો હતો. ભુજની શ્રમ કચેરીના અધિકારી એમ. એમ.
ચૂડાસમાએ બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ માધાપર ખાતે ટીમને સાથે રાખી છાનબીન અને દરોડાની
કામગીરી કરતાં ભુડિયા બજારમાં કાપડના વ્યવસાયી શ્રી બાપા સીતારામ મઢુલી ગ્રુપ ટેક્સી
સ્ટેન્ડ સામે વેપારી અંતાણી રૂપેશભાઇ દીપકભાઇએ બાળકને કામ પર રાખ્યાનું સામે આવતાં
બાળકને મજૂરીમાંથી મુક્તિ અપાવી આરોપી સામે બાળમજૂર પ્રતિબંધ અને અધિનિયમ તળે માધાપર
પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો.