નવી
દિલ્હી,
તા. 15 : અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતીનાં એલાનને
આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બાકી મુદ્દા પર વાતચીતથી એક ટકાઉ અને અંતિમ સમજૂતી થવાની આશા છે. ભારતને
આશા છે કે, આ સમજૂતીથી દુનિયામાં શાંતિ અને સ્થિરતા
સ્થાપવામાં મદદ મળશે, તેવું વડાપ્રધાને કહ્યું હતું. મોદીએ
જણાવ્યું હતું કે, અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતીનું
સ્વાગત કરું છું. વિશ્વમાં અવરજવર, વેપારની સ્વતંત્રતા
સુનિશ્ચિત થશે. પશ્ચિમ એશિયામાં તાણથી દુનિયાભરમાં ઉચાટ ફેલાયો હતો. આર્થિક
ઊથલપાથલ થઇ હતી અને અનેક દેશોમાં જાનમાલનું નુકસાન પણ થયું છે.