• બુધવાર, 17 જૂન, 2026

અંજારમાં સરકારી જમીન પરનું દબાણ તંત્ર અને પોલીસ દ્વારા તોડી પડાયું

ગાંધીધામ, તા. 16, : અંજારમાં  શરાબની હેરફરના આરોપીએ સરકારી જમીન ઉપર  કરેલું  મોટું ગેરકાયદેસર બાંધકામ પોલીસ અને પ્રશાસન દ્વારા  તોડી પાડવામાં આવ્યું છે. આ અંગે મળતી વિગતો મુજબ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી હરી ઉર્ફે વિચલો રાજેશ ગઢવી (રહે. વિજયનગર પાછળ, અંજાર) એ અંજારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે રહેણાક મકાન બનાવી દબાણ કર્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા દ્વારા મામલતદારને લેખિતમાં વાકેફ કરી દબાણ દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મામલતદાર કચેરી દ્વારા તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે, આરોપી છેલ્લા આશરે 18 વર્ષથી સરકારી સર્વે નંબર 984 પૈકીની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવીને બેઠો હતો. સરકારી જમીન પર આશરે 50 ચોરસવાર જેટલા વિસ્તારમાં ગેરકાયદેસર પાકું રહેણાક મકાનનું બાંધકામ કરી લેવામાં આવ્યું હતું. આ સરકારી જમીનની અંદાજિત કિંમત રૂા. 6,5,000 જેટલી થવા જાય છે. બાંધકામ ગેરકાયદે હોવાનું સ્પષ્ટ થતાં જ અંજાર મામલતદારની ટીમ તથા અંજાર પોલીસ દ્વારા સંયુક્તપણે ઘટનાસ્થળે પહોંચી જેસીબીની મદદથી આ ગેરકાયદેસર મકાનનું બાંધકામ તોડી પાડી જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત મેગા ઓપરેશનથી અંજારમાં સરકારી જમીન ઉપરનું લાખોનું દબાણ સંપૂર્ણપણે દૂર કરી જમીન સરકાર હસ્તક પરત મેળવવામાં આવી છે.  

Panchang

dd