• મંગળવાર, 16 જૂન, 2026

શ્રીલંકા વિરુદ્ધ 2 દડા બાકી હતા ને વિન્ડિઝનો રોમાંચક વિજય

કિંગસ્ટન, તા.1પ: પ્લેયર ઓફ ધ મેચ ફાસ્ટ બોલર શમાર જોસેફની પ વિકેટ અને અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડરની પ દડામાં 21 રનની કેમિયો ઈનિંગની મદદથી ત્રીજી અને આખરી ટી-20 મેચમાં શ્રીલંકા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝનો પ વિકેટે રોમાંચક વિજય થયો હતો. આ જીતથી વિન્ડિઝે 3 મેચની શ્રેણી 2-1થી કબજે કરી હતી. 170 રનનો વિજય લક્ષ્યાંક વિન્ડિઝે 2 દડા બાકી રાખી પ વિકેટે સર કર્યો હતો. પ્રથમ દાવ લેનાર શ્રીલંકાએ 20 ઓવરમાં 169 રન કર્યાં હતા. જેમાં દુનિત વેલ્લાગેના 43 રન સર્વાધિક હતા. પથૂમ નિસંકાએ 26, કામિલ મિશારાએ 28 અને કામિંદુ મેન્ડિસે 20 રન કર્યાં હતા. વિન્ડઝ તરફથી શમાર જોસેફે 33 રનમાં પ વિકેટ લીધી હતી. બાદમાં વિન્ડિઝ તરફથી હેટમાયરે 33, પોવેલે 33 અને રૂધરફોર્ડે પ4 રનની ઝડપી ઈનિંગ રમી હતી. ડેથ ઓવર્સમાં હોલ્ડરે પ દડામાં 3 છક્કાથી અણનમ 21 રન કરી વિન્ડિઝને જીત અપાવી હતી. વિન્ડિઝે 19.4 ઓવરમાં પ વિકેટે 170 રન કરી જીત સાથે શ્રેણી કબજે કરી હતી.

Panchang

dd