મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 12 : બાળકોને શિક્ષણ
તરફ પ્રેરવા અને આત્મબળ થકી ઊંચાઈ મળે. સમાજની પ્રગતિ માટે ભંડોળ જરૂરી છે એવું નખત્રાણા
ખાતે લંઘા સમાજ સાર્વજનિક ટ્રસ્ટ અબડાસા-1 દ્વારા યોજવામાં આવેલા ત્રિવિધ કાર્યક્રમમાં જણાવાયું હતું.
બ્લડ ડોનેશન, સ્નેહમિલન તથા સમાજના બાળકોનો
શૈક્ષણિક સન્માન કાર્યક્રમ યોજાયો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં 7600 સી.સી. રક્ત એકઠું કરવામાં
આવ્યું હતું. અબડાસા લંઘા સમાજના યુવાનોએ રક્તદાન કર્યું હતું. સ્નેહમિલનના કાર્યક્રમમાં
લંઘા સમાજ કચ્છ ઉપરાંત અન્ય રાજ્યોમાં પથરાયેલો છે. પોતાનાં સંગીતની સંગતથી તેમણે દુનિયાભરમાં
નામના મેળવી છે. સ્નેહમિલન થકી એકમેકની ભાવના વધે એવો અગ્રણીઓએ સૂર વ્યક્ત કર્યો હતો.
ત્રીજા ચરણમાં લંઘા સમાજના 150 વિદ્યાર્થી
ભાઈ-બહેનોના સન્માનનો સમારંભ યોજવામાં આવ્યો હતો. સૈયદ નિઝામુદ્દીન બાવાએ લંઘા સમાજને
ઉચ્ચશિક્ષણ તરફ પ્રેરણા આપતાં કહ્યું હતું કે સમાજમાં ભંડોળ એકઠું કરીને નબળા વર્ગને
સધિયારો આપો. સમાજને આગળ વધારવા સમાજની સાંકળ બનો. સંગઠન જરૂરી છે. એક હાથે તાળી ન
પડેની વાત કરી કાર્યક્રમને સુવર્ણ દિવસ ગણાવ્યો
હતો. ચાલુ પ્રમુખપદે અવસાન પામેલા અબ્દુલભાઈ લંઘાનું મરણોત્તર સન્માન સમાજ વતી કરાયું
હતું જે તેમના પુત્રો અયાન અને અમને સ્વીકાર્યું હતું. સ્વ.અબ્દુલભાઈના અધૂરાં કાર્યોમાં
સમા સમાજવાડીનું આગામી સમયમાં નિર્માણ થશે તેવું જણાવાયું હતું. પ્રમુખ હુશેનભાઈ લંઘા
(રવાપર), ઉપપ્રમુખો સિકંદરભાઈ લંઘા (નખત્રાણા),
રમજુભાઈ લંઘા (જખૌ), હુશેનભાઈ લંઘા (કુણાઠિયા),
અબ્દુલભાઈ લંઘા (મંત્રી, ના. સરોવર), હુશેનભાઈ ખાવરા (ખજાનચી, માતાના મઢ), ટ્રસ્ટીઓ અબ્દુલ લંઘા (મોટી વિરાણી),
હાસમ લંઘા (ખોંભડી), સમીર લંઘા (નલિયા),
રજાક લંઘા (સુથરી) તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ઓસમાણભાઈ
લંઘા (ડુમરા), આભારવિધિ આમદભાઈ લંઘા (માતાના મઢ)એ કરી હતી.