ભચાઉ, તા. 12 : ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર
સમિતિ ની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર
સમિતિના ચેરમેન તરીકે વાઘુભા જાડેજા, અને વાઇસ ચેરમેન તરીકે હર્ષદભાઈ ઠક્કર ચૂંટાયા હતા. પ્રમુખે રાપરના ધારાસભ્ય
વીરેન્દ્ર સિંહ જાડેજા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી નો આભાર માનીને ખેડૂતો
તેમજ વેપારીઓના હિત માટે કાર્ય કરવાની બાહેધરી આપી હતી. આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય,
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જનકાસિંહ જાડેજા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપ સિંહ જાડેજા, ભચાઉ તાલુકા
ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલસિંહ
જાડેજા, વિકાસ રાજગોર,
નરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઈ સુથાર, ભીમજીભાઇ જોધાણી, રણછોડભાઈ આહીર, શૈલેન્દ્રાસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા જગુભા જાડેજા
ભરતસિંહ જાડેજા, પ્રાણલાલ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને
પ્રમુખ અને પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. ચૂંટણી પ્રક્રિયા જિલ્લા રજીસ્ટર પ્રિયંકાબા
જાડેજા, સહકારી અધિકારી સિધ્ધરાજસિંહ જાડેજા, જિલ્લા રજીસ્ટાર કચેરીના સિધ્ધરાજસિંહ વાઘેલા એ કરી હતી. દિનેશભાઈ બાલાસરા,વેલાભાઈ હીરાભાઈ, કંકુબેન ચામરીયા, રવાભાઈ છાંગા, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, પીન્ટુદાન ગઢવી વગેરે હાજર રહ્યા હતા. બજાર સમિતિના સેક્રેટરી ભરતભાઈ ઠક્કર,
ધીમંતભાઈ પંડ્યા, સંદીપ ઠક્કર, મહેશ સોની એ વ્યવસ્થા સંભાળી હતી.