મુંદરા, તા. 12 : અહીંની ખેતીવાડી ઉત્પન્ન બજાર
સમિતિમાં પ્રથમ ટર્મ માટે ચેરમેન/વાઈસ ચેરમેનની યોજાયેલી ચૂંટણીમાં મહેન્દ્રસિંહ પી.
જાડેજા `જામ'ની ચેરમેન તરીકે બિનહરિફ વરણી કરાઇ હતી, જ્યારે વાઈસ
ચેરમેન તરીકે મોટા કપાયાના માજી સરપંચ ધનજીભાઈ ખેતશીભાઈ ધેડાની બિનહરીફ વરણી થઇ છે.
શ્રી જાડેજા છેલ્લા 30 વર્ષથી બિનહરિફ
ડાયરેક્ટર તરીકે અને ગત સાત ટર્મથી ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે
આજે આઠમી ટર્મ માટે ભાજપના મોવડી મંડળે તેમને ચેરમેન તરીકે સુકાન સોંપ્યું હતું.
માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધ દવે (પ્રદેશ મહામંત્રી, ભાજપ),
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ આહીર, સાંસદ વિનોદ
ચાવડા, મુંદરા તા. ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજા, મહામંત્રી જિજ્ઞેશ આહીર, જિ.પં. સભ્ય રણજિતસિંહ જાડેજા,
મુંદરા તા.પં. પ્રમુખ સ્વરૂપસિંહ જાડેજા, માજી
તા.પં.પ્ર. મહીપતસિંહ જાડેજા વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા સંગઠનમાંથી જિલ્લા
ભાજપ મહામંત્રી ભીમજીભાઇ જોધાણી અને ઉપપ્રમુખ પ્રફુલ્લસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે એપીએમસીના ડાયરેક્ટરો અરજણ ગઢવી, ચંદ્રકાંત ગોરડિયા,
માદેવા ગોયલ, ચૌહાણ કેણજી, રોહિતસિંહ જાડેજા, શક્તસિંહ જાડેજા, મનમોહનસિંહ જાડેજા, થાવર રબારી, નારણ સોંધરા, રમેશ ચોથાણી, નિખિલ
ગોર, બળવંતસિંહ જાડેજા, રાજેન્દ્ર પાટણિયા
વિ. હાજર રહ્યા હતા, ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર
મેઘા અગ્રવાલ, સહકારી અધિકારી પ્રિયંકાબા જાડેજા, સિની. ક્લાર્ક સિદ્ધરાજાસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. વ્યવસ્થા
એપીએમસીના સેક્રેટરી ગુલાબસિંહ જાડેજા અને
રાજુભા જાડેજા તથા સ્ટાફે સંભાળી હતી. નોંધનીય છે કે, મહેન્દ્રસિંહ
જાડેજા `જામ'ના નેતૃત્વ હેઠળ આશરે રૂા. 20 કરોડથી પણ વધુના ખર્ચે આધુનિક માર્કેટયાર્ડના વિકાસના વિવિધ
કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે, જેમાં
સરકાર તરફથી અંદાજે રૂપિયા 3.60 કરોડની સહાય પ્રાપ્ત થઈ છે. તેઓ હાલમાં ગુજરાત ટ્રક ઓનર્સ એસો.
ઉપપ્રમુખ, ગુજરાત રાજપૂત યુવા સંઘ કચ્છ પ્રમુખ,
જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ભુજ ડાયરેક્ટર તથા મુંદરા તા.ખરીદ-વેચાણ
સંઘના ચેરમેન તરીકે મહત્ત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.