• બુધવાર, 17 જૂન, 2026

સમર કેમ્પ થકી બાળકોમાં રચનાત્મક માનસિકતા વિકસે

ભુજ, તા.11 : જાયન્ટ્સ ગ્રુપના વિવિધ પ્રકલ્પો પૈકી ઉનાળુ વેકેશનનો સદુપયોગ થાય અને બાળકોમાં રચનાત્મક માનસિકતા વિકસે તે હેતુથી યોજાયેલા સમર કેમ્પમાં 6-14 વર્ષના 60 બાળકોએ ભાગ લીધો હતો. વક્તૃત્વ, ચિત્રકલા, પ્રાણાયમ, રમત - ગમત, સામાન્યજ્ઞાન સેશનો જેવી પ્રવૃત્તિઓ ભાવિનીબેન ત્રિપાઠી, નિષદ મહેતા, ઉષ્માબેન શુક્લ, જયશ્રીબેન પરમાર, કિરીટસિંહ જાડેજા, પરેશ ગુજરાતી, બિપિન ઠક્કર, જયસિંહ પરમાર, હેમાલીબેન માંડલિયા, નીરવ ગઢાઈ, જયસુખ પારેખ દ્વારા કરાવવામાં આવી હતી. કમિટી મેમ્બર શાંતિલાલ પટેલ, સેક્રેટરી પ્રદીપકુમાર જોષી, કોષાધ્યક્ષ હેમંત ઠક્કર, ઓફિસર મીનાબેન વાઘમશી, હરિલાલ યાદવ, સંજયભાઈ ઠાકર, ઝવેરીલાલ સોનેજી, ગૌતમ જોષી, રસિક મકવાણા, દલપત દાણીધારિયા, જયપ્રકાશ ગોર, સંજય ત્રિપાઠી, જિયા ત્રિપાઠીએ અતિથિ તરીકે હાજરી આપી હતી. પ્રમુખ અભિલાષ મહેતાએ સ્વાગત વિધિ, ડો. મધુકાંત આચાર્યે સમર કેમ્પનું મહત્ત્વ, જયપ્રકાશ ગોરે નલિયા નવા સેન્ટરની જાહેરાત, સંચાલન વિનોદ ચૌહાણ, અરુણકુમાર જોષીએ કર્યું હતું. કાર્યક્રમને શંકરભાઈ માણેક, રણજિત ઠક્કર, શશિકાંત ઠક્કર અને ગ્રુપના સભ્યોએ અનુદાન આપ્યું હતું. જિયા ત્રિપાઠીની શોર્ટ ફિલ્મ બતાવાઈ હતી. વ્યવસ્થા વાડીલાલ મોરબિયા, હરીશ હંસોરા, મયૂરસંહ જાડેજા, રક્ષાબેન ત્રિપાઠી, શૈલેશ વસા, કાંતિ દાવડા, મહેશ ચાવડા, વિનોદ ગોર, રાજેશ ઠક્કર, પરેશ ગણાત્રા, તરુણ કોંઢિયા, અશોક માંડલિયા, આરતીબેન ઝાલા, રાજુલાબેન કારાણી, ગોપી રાઠોડે સંભાળી હતી. 

Panchang

dd