નલિયા, તા. 11 : અબડાસા તાલુકાના મુખ્ય મથક
નલિયાની પ્રાંત કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ નિવારણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારી સી.એમ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં પીવાના પાણી, આરોગ્ય સુવિધા, શિક્ષણ,
આંગણવાડી, સિંચાઈના પ્રશ્નો, પશુપાલનમાં રસીકરણ, ફોરેસ્ટ વિભાગને લગતા પ્રશ્નો,
પીજીવીસીએલને લગતા પ્રશ્નો અને રસ્તા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત
ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત અધિકારીઓને આ પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ
અપાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, મામલતદાર
અરાવિંદભાઈ નીનામા, તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ ચૌધરી અને
જખૌ પીએસઆઇ રાજવીરાસિંહ ગોહિલ સહિતના તમામ સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.