• બુધવાર, 17 જૂન, 2026

ભુજમાં ઘાંચી ફળિયામાં સફાઇ, પાણી વિતરણ મુદ્દે લોકો ત્રસ્ત

ભુજ, તા. 11 : શહેરના વોર્ડ પાંચમાં આવેલા ઘાંચી ફળિયામાં સફાઇ અને પાણી વિતરણ બાબતે સુધરાઇના મુખ્ય અધિકારીને રજૂઆત કરાઇ હતી. ભુજના ઘાંચી ફળિયાના રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. નિયમિત સફાઇ થતી નથી અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી, જેનાં કારણે ગંદકીના ગંજ ખડકાયેલા છે અને રોગચાળો ફેલાવાનો ભય છે. ઉપરાંત પાણી વિતરણમાં અવ્યવસ્થાના કારણે રહીશોને હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે અગાઉ પણ વિસ્તારના રહેવાસીઓએ અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. જો 12 દિવસમાં સમસ્યા હલ નહીં થાય તો ગાંધીચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવું રહેવાસીઓ વતી ઇસ્માઇલ ઘાંચીએ યાદીમાં જણાવ્યું હતું. 

Panchang

dd