• બુધવાર, 17 જૂન, 2026

કચ્છના વક્ફ ટ્રસ્ટોને પોર્ટલમાં નોંધણી માટે વધુ સમય આપવા રજૂઆત

ભુજ, તા. 11: કચ્છના વક્ફ ટ્રસ્ટોને UMEED પોર્ટલમાં નોંધણી માટે વધુ સમયવધારો આપવા ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યૂનલ સમક્ષ અરજી રજૂઆત કરવામાં આવી છે. કચ્છના વિવિધ વક્ફ ટ્રસ્ટો, દરગાહો, મસ્જિદો, કબ્રસ્તાનો તથા અન્ય વક્ફ મિલકતોને કેન્દ્ર સરકારના UMEED પોર્ટલ પર નોંધણી અને જરૂરી વિગતો અપલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધુ ચાર મહિનાનો સમયવધારો આપવામાં આવે તેવી માંગ સાથે કચ્છ જિલ્લા વક્ફ સુરક્ષા સમિતિના અધ્યક્ષ પીર સૈયદ કૌસરઅલીશાહ હાજી મખદુમઅલી બાપુ (મુતવલ્લી, એનાયતશાહ બાપુની દરગાહ અને તકિયા વક્ફ ટ્રસ્ટ)એ ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યૂનલ, ગાંધીનગર સમક્ષ અરજી દાખલ કરી છે.  અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સલીમભાઈ જત, અબ્દુલભાઈ રાયમા તેમજ અન્ય આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું. અરજીમાં ખાસ કરીને રજૂ કરવામાં આવ્યું છે કે, વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ દરમિયાન અનેક વક્ફ સંસ્થાઓના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો, માલિકીના પુરાવાઓ, આવકના રેકોર્ડ, નોંધણી સંબંધિત દસ્તાવેજો, નક્શાઓ, જૂની નોંધપોથીઓ તથા ઐતિહાસિક માહિતી ધરાવતા રેકોર્ડ નષ્ટ થઈ ગયા હતા અથવા કાયમ માટે ગુમ થઈ ગયા હતા, જેના કારણે આજે પણ ઘણી સંસ્થાઓને પોતાની વક્ફ મિલકતો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  

Panchang

dd