ભુજ, તા. 1 : કચ્છ જિલ્લા પેન્શનર્સ એસોસીએશન
દ્વારા સંસ્થાના સ્થાપનાના સુવર્ણ જયંતી વર્ષ પ્રસંગે વડીલવંદના તથા સન્માન કાર્યક્રમ
યોજાયો હતો. લોહાણા મહાજનવાડી, છછ ફળિયા
ખાતે યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે પ્રમુખ પ્રતાપભાઈ આશર, જોરાવરસિંહ રાઠોડ, સતીષ શેઠિયા તથા જીવણભાઈ ડાંગર
, વિશનજીભાઈ ઠક્કર, ઠાકરશી મચ્છર અને કારોબારી
સભ્યો દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. ત્યારબાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ
પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. સંસ્થાના પ્રમુખ શ્રી આશર દ્વારા સ્વાગત કરાયું
હતું. ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરાયું હતું. 70 વર્ષથી વધુ વયના સભ્યો, વડીલો તથા દાંપત્યજીવનના 50 વર્ષ પૂર્ણ કરેલા દંપતીઓનું
સન્માન કરાયું હતું. સમન્વય સંસ્થાના મહિલા મંડળના પ્રમુખ દમયંતીબેન સાગરપોત્રા, હાલના પ્રમુખ દર્શનાબેન ત્રિવેદી દ્વારા સભ્યોનું
સન્માન કરાયું હતું તેમજ સંસ્થા દ્વારા મહિલા મંડળના હોદ્દેદારોનું સ્વાગત કરાયું હતું.
શ્રી રાઠોડે તેમના પ્રવચનમાં સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અન્ય વક્તાઓ દ્વારા
સંસ્થાની પ્રશંસા સાથે રચનાત્મક સૂચનો કરાયાં હતાં. રાજ્ય કક્ષાના પ્રતિનિધિ જીવણભાઈ
દ્વારા નવા પગારપંચમાં પેન્શનર્સને થનારા ગેરલાભ અંગે વિસ્તૃત માહિતી અપાઇ હતી તેમજ
કેન્દ્ર કક્ષાએ ચાલતી લડતમાં સહયોગ આપવા દરેક પેન્શનરે વડાપ્રધાનને અરજી દ્વારા રજૂઆત
કરવા માર્ગદર્શન આપ્યું હતું. અંતે સ્વર્ણિમ વર્ષ ઉજવણી માટે વી.સી. માંડલિયા,
કેશવલાલ ગોર, ભરતભાઈ ત્રિવેદી, મહેશભાઈ કંસારા, પ્રકાશ પાઠકની સલાહકાર સમિતિની જાહેરાત
કરાઈ હતી. ઉપપ્રમુખ કલ્યાણગિરિ, મંત્રી જી.એન. ખત્રી,
ખજાનચી અનિલ ગાંધી, દેવેન્દ્ર ભાટી, જ્યોતિબેન કોઠારી, પ્રેમીલાબેન ગોહિલ, કમલાબેન ઠક્કર, વિનોદ સલાટ, જેરામ
ગજ્જર, કાનજી મોખા, દયારામ જણસારીએ જહેમત
ઉઠાવી હતી. સંચાલન કમલાબેન ઠક્કર તથા આભારવિધિ ખત્રીભાઈએ કર્યા હતા.