મુંદરા, તા. 1 : કચ્છી નવાં વર્ષે અહીનાં લોહાણા મહાજન દ્વારા 37મો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં બાલમંદિરથી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનારા
તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરી ઇનામો અપાયાં હતાં. કાર્યક્રમમાં અંજાર રામ મંદિરના
મહંત કીર્તિદાસ મહારાજે આશીર્વચન પાઠવ્યાં હતાં તથા અંજાર મહાજનના માજી મંત્રી મહેન્દ્ર
ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ઇનામના દાતા કુસુમબેન કેશવજીભાઈ હસ્તે પ્રજ્ઞાબેન જીતુભાઈ
તેમજ સ્વ. નરાસિંહ દામજી પરિવાર હસ્તે સુરેશભાઈ ઠક્કર સહયોગી રહ્યા હતા. બાળકો દ્વારા
સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઇ હતી. આ પ્રસંગે કચ્છ લોહાણા સમાજના પ્રમુખ સુરેશ ઠક્કરે
મુંદરામાં નિર્માણાધીન નવી મહાજનવાડી માટે અપીલ કરતાં જણાવ્યું હતું કે, દરેક ઘરના લોકો સહકાર આપે. મહાજનના પૂર્વ પ્રમુખ ભાઈલાલ ચોથાણી અને કપિલ કેસરિયાની
સેવાઓને યાદ કરાઇ હતી. મુંદરા લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણીએ કહ્યું કે,
કચ્છમાં તમામ સમાજો માટે દૃષ્ટાંતરૂપ આધુનિક મહાજનવાડી ટૂંક સમયમાં અર્પણ
કરવામાં આવશે. સમાજમાં મોટા દાનવીરો છે, જે એકલા હાથે વાડી બનાવી
શકે, પરંતુ આ સાર્વજનિક કાર્યમાં વધુમાં વધુ લોકો ભાગીદારી નોંધાવે.
સહયોગ માટે મો.નં. 94290 41525 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મહાજન
પૂર્વ પ્રમુખ પ્રવીણ ગણાત્રા, મનોજ
કોટક, ઉપપ્રમુખ હરેશ પીપરાણી, યુવક મંડળના
પ્રમુખ વિવેક કૈલાસ ગણાત્રા, મહિલા મંડળના પ્રમુખ વૈશાલી ભૂપેન
ઠક્કર તથા કારોબારી, યુવક અને મહિલા મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી
હતી. સંચાલન મહાજનના મંત્રી અમૂલભાઈ ચોથાણીએ કર્યું હતું.