વિરાણી મોટી (તા. નખત્રાણા),
તા. 1 : હરિદ્વાર, વાંઢાય હરિહર સંત પરંપરાના મહંત બ્રહ્મલીન વાલરામજી
મહારાજ ગુરુ ઓધવરામજી મહારાજની 32મી નિર્વાણતિથિ લોહાણા મહાજન સમાજના ઉપક્રમે અહીં મૈયાબેન મનજીભાઇ
રણછોડદાસ આઇયા દરિયાલાલ લોહાણા મહાજન વાડીમાં ઊજવાઇ હતી જેમાં વાંઢાયના જીતુભાઇ ભગત
દ્વારા સંધ્યાપાઠ, ભજન સત્સંગ-મહારાસ,
પૂજન-આરતી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા.
પરોપકાર, પરમાર્થના કાર્યો કરી પોતાની પ્રભુતા છુપાવી સત્યનો
માર્ગ બતાવે એ સંતની મુખ્ય વ્યાખ્યા છે. સંત
વાલરામજી મહારાજએ પોતાનાં સમગ્ર જીવનમાં સેવા, ભક્તિમાં લીન બની
સત્યનો માર્ગ ચીંધ્યો હતો તેવું આશીર્વચનમાં જણાવતાં રામમંદિરના લઘુમહંત સુરેશદાસજી
બાપુએ પણ વાલરામજી મહારાજને એક ઉચ્ચ કોટિના સંત તરીકે બિરદાવતાં તેમના આદર્શો જીવનમાં
વણવા શીખ આપી હતી.જ્યાં સંતોનો વાસ હોય તે ભૂમિમાં હંમેશાં ચડતી થાય છે. વિરાણીમાં
સંતોના આદરની પરંપરાને બિરદાવતાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ બ્ર. વાલરામજી મહારાજ
વિરાણીમાં રોકાઇ ભજન-સત્સંગ-પ્રવચનનો લાભ આપતા તેની યાદ અપાવી હતી. જીતુ ભગત ગુરુ વાલરામજી મહારાજ, વર્ષાબેન પંડિતપૌત્રાએ
સંધ્યાપાઠ - ભજન, મહારાસનીની રમઝટ બોલાવી હતી. ન.તા.ર.શો. ગ્રુપના
પ્રમુખ રાજેશભાઇ પલણ, લો.મ.ના વડીલો મોહનભાઇ કોઠારી, કેશવજી અનમ, ચાંપશીભાઇ આઇયા, મનજીભાઇ
માસ્તર, ટ્રસ્ટીઓ પ્રકાશભાઇ આઇયા, હિતેશભાઇ
કારીઆ, જેન્તીભાઇ કારીઆ, દીપકભાઇ અનમ,
પૂર્વ પ્રમુખ ભાવેશભાઇ આઇયા, દીપકભાઇ આઇયા,
શંભુભાઇ પલણ, જગદીશ તન્ના, ચેતન આાઇયા, છગનભાઇ અનમ, લહેરીકાંત
બારૂ સહિત જ્ઞાતિજનો-મહિલાઓ જોડાયા હતા. સંચાલન લો.મ.ના પ્રમુખ છગનલાલ ઠક્કરે આભારવિધિ
અલ્પેશ કારીઆએ કરી હતી.