• શનિવાર, 27 જુલાઈ, 2024

ગુલમહોરે ધર્યા કેસરી વાઘા...

મોટી વિરાણી, તા. 20 : કુદરતના નિયમ મુજબ ફળ-ફૂલ તેના સમય સાથે ખીલી ઊઠે છે. ઉનાળાની સિઝનમાં અનેક રંગીન ફૂલો નિહાળી લોકોની આંખમાં ઠંડક પ્રસરતી હોય છે. ગુલમહોર પણ તે પૈકીનું એક છે. દસ મહિના લીલા પાન ખરીને આખા ગુલમહોરના ઝાડમાં બે મહિના માટે કેસરી ફૂલોથી ભરાઈ જાય છે. માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં ઉપરોક્ત ઘટનાક્રમ જોવા મળે છે. ગુલમહોર ખીલતા રસ્તાઓ, વગડાઓ તેમજ ઘરના આંગણાની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. અંગે પર્યાવરણપ્રેમી જગદીશ વાઘેલાએ જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનાના અંતે તથા મે મહિનાના આરંભે ગુલમહોર ખીલી ઊઠે છે. ગુલમહોરને અંગ્રેજીમાં ફ્લાય બોયન્ટ ફ્લેમ કહેવાય છે અથવા ફ્લેમ ટ્રી તરીકે પણ ઓળખાય છે. વનસ્પતિશાત્રીઓ તેને રોયલ પાઈન્સિયાનાં નામે ઓળખે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુલમહોરની છાલ અને બીજનું આયુર્વેદિક રીતે ખૂબ મહત્ત્વ છે. માથાના દુ:ખાવા તથા પાચન માટે આદિવાસી લોકો તેની છાલનો પ્રયોગ કરતા હોય છે. ડાયાબિટીસની કેટલીક આયુર્વેદિક દવાઓમાં પણ  ગુલમહોરના બીજને અન્ય જડીબુટ્ટીમાં મેળવી ઉપયોગ કરાય છે, તેની છાલનો ઉપયોગ મેલેરિયાની દવા બનાવવામાં પણ થાય છે. ગુલમહોરનાં વૃક્ષને શુકનિયાળ માનવામાં આવે છે. હોળીના રંગમાં પણ ગુલમહોરનો ઉપયોગ થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang