અબડાસા તાલુકાના મંજલ ગામના સીમાડામાં દીપડો દેખાયાનો વીડિયો
સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તાલુકાના રાયધણજર,
ખારુવા, ચિયાસરના સીમાડામાં અવારનવાર દીપડો દેખા
દેતો હોય છે. ખારુવામા બે વર્ષ પહેલાં દીપડાએ ઊંટોનું મારણ પણ કર્યું હતું. આ બાબતે
વનવિભાગના આરએફઓ કનકાસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અબડાસામાં ત્રણ જેટલા દીપડા છે.
તેમનો ટ્રેપ એરિયા માંડવીથી દયાપર સુધીનો છે. ક્યારેક સીમાડાના માર્ગો પરથી પસાર થતા
હોય છે.