• શનિવાર, 19 જુલાઈ, 2025

શેખપીર-કુકમા માર્ગ પર અજાણ્યા વાહન હડફેટે યુવાન ઘવાયો

ભુજ, તા. 18 : તાલુકાના શેખપીરથી કુકમા જતા ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની હડફેટે એક બાઈકસવાર ગંભીર રીતે ઘવાયો હતો, જેને સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. મળતી વિગતો મુજબ, ઘવાયેલા યુવકનું નામ છગન નાગશી મહેશ્વરી છે, જે ગઢશીશાનો રહેવાસી હોવાની વિગતો બાઈક નં. જીજે 12 એચઈ 3109ની આરસી બુક પરથી પ્રાપ્ત થઈ હતી. બીજી તરફ અમારા ગઢશીશાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ, આ ઘાયલ યુવક હાલમાં અંજાર તાલુકાના સિનુગ્રામાં રહે છે અને કડિયાકામ કરે છે. 

Panchang

dd