ગાંધીધામ, તા. 18 : યુનિફિડર-વિઝનસ્પ્રિંગ ફાઉન્ડેશનના
ઉપક્રમે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સહકારથી સાફ દૃષ્ટિ-સુરક્ષિત
યાત્રા અંતર્ગત વાણિજ્ય વાહનચાલકો માટે નિ:શુલ્ક આંખ તપાસ ઝુંબેશનો
ચેમ્બર ભવન ખાતે ઉદઘાટન સમારંભ યોજાયો હતો. વાહનચાલકોની સાફ દૃષ્ટિએ માર્ગ સલામતીનો
પાયાનો અને મહત્ત્વનો સ્તંભ હોવાનો મત ઉપસ્થિત મહેમાનોએ વ્યક્ત કર્યો હતો. પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય
કરવામાં આવ્યું હતું. દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સિંઘે પ્રાસંગિક ઉદ્બોધન
ટ્રાન્સપોર્ટ ઈકોસિસ્ટમના હાલના સમયગાળામાં ડિજિટલ અને ફિઝિકલ ઈન્ફાસ્ટ્રક્ચર જેટલું જરૂરી છે. એટલું જ વાહન ચાલકોનું આરોગ્ય
પણ આવશ્યક હોવાનું જણાવ્યું હતું. વાણિજ્યિક
વાહનચાલકો અનેક પ્રકારના પડકારોનો સામાનો કરતા હોય છે, તેમાં વાહનચાલકની દૃષ્ટિ સંલગ્ન સમસ્યા થકી
અનેક મુશ્કેલી ઊભી થતી હોય છે. જો ચાલકની દૃષ્ટિ સાફ હશે, તો આપોઆપ સુરક્ષાના માપદંડોમાં વધારો થશે. નવ હજાર
વાહનચાલકની આંખ તપાસ કરવાની પહેલને તેમણે આવકારી હતી. અન્ય સંસ્થાઓએ પણ આ ઝુંબેશમાં
જોડાવવું જોઈએ. વધુમાં તેમણે કંડલા પોર્ટ તરફથી તમામ પ્રકારની સહકારની ખાતરી વ્યક્ત
કરી હતી. ચેમ્બર પ્રમુખ મહેશ પુજે જણાવ્યું
હતું કે, વાહનચાલકોના સ્વચ્છ દૃષ્ટિકોણના અભાવે અકસ્માતની શક્યતા
વધી જતી હોય છે. ગાંધીધામ વિસ્તારનો દરેક વેપાર
લોજિસ્ટિક ક્ષેત્ર સાથે જોડાયેલો છે. લોજિસ્ટિક વિના કોઈ પણ કામ શક્ય નથી. યુનિફિડર
અને વિઝનસ્પ્રિંગ ફાઉન્ડેશન દ્વારા વાહનચાલકોની આંખો તપાસનો આરંભ કરવામાં આવ્યો છે.
આ કાર્ય ગાંધીધામ સંકુલ માટે આશીર્વાદરૂપ સાબિત
થશે. કચ્છમાં જુદા-જુદા વિસ્તારમાં આ ઝુંબેશ ચલાવવામાં આવશે, ત્યારે નખત્રાણા અને લખપત ખાતે આ કેમ્પ
યોજવા તેમણે સૂચન કર્યું હતું. યુનિફિડરના
રિજિયોનલ ડાયરેક્ટર સી.એમ. મૂરલીધરને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે,
વાહનચાલકોની આંખ તપાસ કેમ્પ માર્ગ સુરક્ષા અને સલામતી માટે મહત્ત્વનું
પગલું છે. આજથી આંખ તપાસ કેમ્પનો આરંભ કરવામાં આવ્યો હતો. કંડલા, મુંદરા, જામનગર, માળિયા,
હજીરા, મોરબી સહિતના વિસ્તારોમાં પણ આ કેમ્પો યોજવામાં
આવશે. આ ઉપરાંત જરૂરિયાતમંદોને ચશ્મા પણ આપવામાં આવશે. ત્રણ મહિના સુધી વિવિધ સ્થળે
તપાસ કેમ્પ યોજાશે. યુનિફિડરના ચીફ લીગલ એડવાઈઝર કૃષ્ણા યાદવ રહેશે. વિઝનસ્પ્રિંગના
ફાઉન્ડેશનના રવીન્દ્રકુમાર અને સોફિયા જોસેફ
પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. આ પ્રસંગે વિવિધ સંગઠનના પ્રતિનિધિ મંડળો ઉપસ્થિત રહ્યા
હતા. કાર્યક્રમમાં નેશનલ શિપિંગ બોર્ડના ડાયરેક્ટર
રાહુલ મોદી, ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણી, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, સહમંત્રી જતિન અગ્રવાલ,
ખજાનચી નરેન્દ્ર રામાણી, હરીશ માહેશ્વરી,
જગદીશ નાહટા, શરદ શેટ્ટી, અનિમેષ મોદી, કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસો.ના નવઘણ આહીર,
ટેન્કર એસો.ના રમેશભાઈ આહીર,
શિપિંગ એસો.ના ભરત ગુપ્તા, કંડલા સ્ટીવડોર એસો.ના
પ્રમુખ યોગેશ મહેતા, મુંદરા પોર્ટ એસો., કોસ્ટલ કન્ટેનર એસો.ના મુંદરાના પ્રકાશભાઈ
ઠક્કર, જયેશભાઈ રાજદે, કચ્છ ઓનર વેલ્ફેર
ફાઉન્ડેશન ન્યૂ, ગાંધીધામ લોકલ ટ્રાન્સપોર્ટ સહિતની સંસ્થાના
પદાધિકારી અને સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.