• શનિવાર, 19 જુલાઈ, 2025

રતનાલમાં કુમાર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે દેખાવો

ભુજ, તા. 18 : સમગ્ર ક્ચ્છની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના મામલે અવારનવાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, ત્યારે ક્ચ્છનું રાજકીય ક્ષેત્રે મહત્ત્વનું અને અગ્રહરોળનું અંજાર તાલુકાનાં રતનાલ ગામમાં આવેલી કુમાર શાળા પં. પ્રા .શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે વાલીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓઁએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ક્ચ્છમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં બાળકોએ જોર શોરથી  હમારી માંગે પૂરી કરો, કુમારશાળામાં શિક્ષક લાવો સહિતનાં સૂત્રો કરતા હોય, તેવા દશ્યો જોવા મળ્યાં હતાં. તલાટી સમક્ષ રજૂઆત કરતા બાળકો, વાલીઓ, મહિલાઆએઁ જણાવ્યું હતું કે, શાળામાં 10 શિક્ષકના મહેકમ સામે ફક્ત શાળામાં ચાર શિક્ષક કાર્યરત હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થાય છે. શાળામાં રમતગમતનું મેદાન ન હોવાથી બાળકો રમતગમતમાં ભાગ લઈ શકતા નથી, મધ્યાહન ભોજનમાં ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં આવતું નથી, મધ્યાહન ભોજન જે રૂમમાં બનાવવામાં આવે છે તે રૂમ જર્જરિત હોવાથી તે રૂમ નવો બનાવવામાં આવે તે પણ માગણી કરવામાં આવી. આ રજૂઆતમાં મોટી સંખ્યામાં એકત્રિત મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરતા કહ્યું કે, મધ્યાહન ભોજનના રસોડાંમાં વરસાદના પાણી આવે છે, બાળકોને ગુણવતાયુક્ત ભોજન   ન મળતુ હોવાના આક્ષેપ કર્યા હતા. સમગ્ર મામલે  જિલ્લા શિક્ષણ અધિકારી અને વહીવટીતંત્રના અધિકારી સમક્ષ રજૂઆત  કરી સત્વેર પ્રશ્નો ઉકેલવા ભાર  મુકયો  હતો. દરમ્યાન રતનાલમાં શિક્ષકોની ઘટ મુદ્દે  થયેલા દેખાવોને ટાંકીને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલે કચ્છના પાયાના શિક્ષણ મુદ્દે અનેક સવાલ ઉઠાવ્યા  હતા. સત્તાધીશો અને સરકારને આડે હાથે લીધા હતા. 

Panchang

dd