ગાંધીધામ, તા. 18 : ભચાઉ તાલુકાના વોંધમાંથી એક
શખ્સને પકડી પાડી પોલીસે તેની પાસેથી દેશી બંદૂક જપ્ત કરી હતી. વોંધમાં દત્તક વિસ્તાર
બાજુ જતા કાચા રસ્તા પાસે ઊભેલા જુશબ રસુલ ત્રાયા નામના શખ્સને પોલીસે પૂર્વ બાતમીના
આધારે પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી એક દેશી હાથબનાવટની બંદૂક મળી આવી હતી. રૂા. 5000ની 50 ઇંચની આ બંદૂક જપ્ત કરાઇ હતી.
પરવાના વગરના આ હથિયારને શેના ઉપયોગમાં લેતો હતો અને કોના પાસેથી લીધો હતો તે બહાર
આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે
હાથ ધરી છે.