• શનિવાર, 19 જુલાઈ, 2025

ગંભીર અને કોચિંગ સ્ટાફ રવીન્દ્ર જાડેજા પર ઓળઘોળ

નવી દિલ્હી, તા. 18 : લોર્ડસ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા તરફથી અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ લડાયક દેખાવ કર્યો હતો. તેણે મેચના આખરી દિવસે લગભગ 6 કલાક બેટિંગ કરીને 181 દડાનો સામનાથી કરી ઇંગ્લેન્ડના તમામ બોલરોને હંફાવીને અણનમ 61 રનની શાનદાર ઇનિંગ રમી ભારતની જીત માટે ભગીરથ પ્રયાસ કર્યો હતો. જાડેજાના આ દમદાર દેખાવની હેડ કોચ ગૌતમ ગંભીર, સહાયક કોચ રેયાન ડેશકાટે અને બેટિંગ કોચ સિતાંશુ કોટકે ભરપૂર પ્રશંસા કરી છે. બીસીસીઆઈએ આજે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તમામ દિગ્ગજ રવીન્દ્ર જાડેજાની પ્રશંસા કરતા જોવા મળે છે. આ સાથે જ જાડેજાને મોસ્ટ વેલ્યૂડ પ્લેયર (એમવીપી)નો મેડલ આપે છે.કોચ ગંભીરે કહ્યંy આ એક અવિશ્વસનીય મુકાબલો હતો. જડ્ડુનું પ્રદર્શન શાનદાર રહ્યંy જ્યારે સહાયક કોચ ડેશકાટે કહ્યંy કે જાડેજાની બેટિંગ અલગ સ્તરની હતી. જ્યારે બેટિંગ કોચ કોટકે જણાવ્યું કે જડ્ડુની બેટિંગ ક્ષમતા હું જાણું છું. તે આ પ્રકારની ઇનિંગ રમવા સક્ષમ છે. જાડેજાએ લોર્ડસમાં ચોથી ઇનિંગમાં સૌથી વધુ દડાનો સામનો કરનારા બીજા ભારતીય બેટધરનો રેકોર્ડ બનાવ્યો હતો. ધોનીએ 2007માં ચોથી ઇનિંગમાં 19 દડાનો સામનો કર્યો હતો. 

Panchang

dd