• શનિવાર, 19 જુલાઈ, 2025

વવાર-વડાલા રોડને ડામરથી મઢવાની વર્ષો જૂની માંગ જૈસે થે...

વવાર, (તા. મુંદરા), તા. 18 : મુંદરા તાલુકાનાં વવારને વડાલાથી જોડતા મહત્ત્વપૂર્ણ રસ્તાને ડામરથી મઢવાની વર્ષો જૂની બંને ગામની માગણી જૈસે થે સ્થિતિમાં છે.    ચોમાસાંમાં આ રસ્તો  બંધ હાલતમાં જ થઈ જાય ને  માત્ર ચાર મહિના જ ખુલ્લો રહે છે. ભારે વરસાદ પડી ગયા પછી તો  આ રસ્તો આઠ મહિના બંધ હાલતમાં હોય છે. વચ્ચે મોટી નદી અને બે-ત્રણ પાણીના મોટા છેલાઓ છે. વરસાદમાં રસ્તો બંધ થતાં 12થી 13 કિલોમીટરનો ફેરો પડે છે.  આ રસ્તો કાચો છે, પણ શ્રમિકો, મેડિકલ, વિદ્યાર્થીઓને  બહુ ઉપયોગી છે. સ્થળ પરથી જાગૃત નાગરિકોએ રોષ સાથે વધુમાં જણાવ્યું હતું કે, ઉપયોગી છેછતાં તંત્ર  ધ્યાન નથી દેતું. થોડા વરસાદમાં જ આ રસ્તાને ગાંડા બાવળો ઘેરી વળે છે. આ રસ્તા પર જ બંને ગામના આસ્થાના પ્રતીકસમા ખેતરપાળ દાદાનું મંદિર છે એટલે શ્રદ્ધાળુઓની પણ અવરજવર હોય છે. જો  આ રસ્તો ડામરનો થાય તો બંને ગામની સમસ્યાઓ દૂર થઈ જાય એમ છે. (અહેવાલ-તસવીર : માણેક ગઢવી)  

Panchang

dd