• શુક્રવાર, 18 જુલાઈ, 2025

પ્રજ્ઞાનાનંદે નંબર વન કાર્લસનને મહાત આપી

લાસવેગસ, તા. 17 : ભારતના યુવા ગ્રાંડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે લાસ વેગાસ ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાંડસ્લેમ ટૂરમાં દુનિયાના નંબર વન ખેલાડી નોર્વેના મેગ્નસ કાર્લસન સામે શાનદાર વિજય મેળવ્યો છે. 19 વર્ષીય પ્રજ્ઞાનાનંદે માત્ર 39 ચાલ બાદ કાર્લસનને માત આપી હતી અને ટૂર્નામેન્ટની બહાર કરી દીધો હતો. આ જીતથી પ્રજ્ઞાનાનંદ આઠ ખેલાડીના ગ્રુપમાં 4.પ પોઇન્ટ સાથે સંયુક્તરૂપે સરસાઇ ધરાવે છે. ભારતનો અન્ય એક ચેસ ખેલાડી અર્જુન એરિગૈસી પણ શાનદાર જીત સાથે આગળ વધ્યો છે. પ્રજ્ઞાનાનંદ અને અર્જુન બન્ને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે જ્યારે કાર્લસન ખિતાબી દોડમાંથી બહાર થયો છે.  

Panchang

dd