લંડન, તા. 18 : ત્રીજી ટેસ્ટ દરમિયાન ભારતીય
ટીમનો આધારભૂત ક્રિકેટર રિષભ પંત ઘાયલ થયો હતો અને તે કીપિંગ કરી શક્યો ન હતો, જેનું પરિણામ ભારતે ભોગવવું પડયું હતું. ભારતીય
કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હતું કે, કીપર બેટર પંતની ઈજા વધુ
ગંભીર નથી. તે ર3મીથી શરૂ
થઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટ સુધીમાં ફિટ થઈ શકે છે. સ્કેન રિપોર્ટમાં
પંતના ડાબા હાથની આંગળીમાં ગંભીર ઈજાની પુષ્ટિ થઈ નથી. પંતને લોર્ડસ ટેસ્ટની પ્રથમ
ઈનિંગ્સ દરમિયાન જસપ્રીત બુમરાહના એક બોલને લેગ સાઈડ પર રોકવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત
થયો હતો. આંગળી પર બોલ વાગતાં ફિઝિયો મેદાન પર દોડી આવ્યા હતા. જો કે, ત્યારબાદની મેચમાં એકસ્ટ્રા વિકેટકીપર ધ્રુવ
જુરેલે કીપિંગ કર્યું હતું. ભારતને ત્રીજી ટેસ્ટમાં વિકેટકીટર તરીકે પંતની ખોટ પડી
હતી કેમ કે, તેણે બેટિંગ તો કરી જ હતી, પરંતુ વિકેટ પાછળ તેની કાબેલિયતની જરૂર હતી, ત્યારે તેને
સ્થાને આવેલા જુરેલે લગભગ રપ રન બાયના સ્વરૂપમાં આપી દીધા હતા. ઈંગ્લેન્ડના 19ર રનના સ્કોરમાં આ રપ બાયના રન ભારતને મોંઘા
પડયા હતા કેમ કે અંતે તેનો રર રનથી પરાજય થયો હતો.