ભુજ, તા. 18 : શહેરના સરપટ નાકા બહાર જાહેરમાં
પત્તા ટીંચતી આઠ મહિલાને પોલીસે ઝડપી પાડી રોકડા રૂા. 10,488 તથા બે મોબાઈલ કિં. રૂા. 10,000 મળી કુલ રૂા. 20,488નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં શિવહરિનગરમાં મકાનની આગળ શેરીમાં જાહેરમાં ગંજીપાના
વડે હારજીતનો જુગાર રમતી જ્યોત્સનાબેન વીનેશભાઈ ગોર, કમળાબેન
અનિલભાઈ ગોર, શીતલબેન વિજયભાઈ ગોર, દમયંતીબેન
જયેશભાઈ ગોર, જિજ્ઞાબેન ભરતભાઈ ગોર, કલ્પનાબેન
પ્રકાશભાઈ ગોર, શ્વાતિબેન દિનેશભાઈ ગોર અને ફાલ્ગુની મીતભાઈ ગોરને
પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 10,488 તથા બે મોબાઈલ કિં. રૂા. 10,000 મળી કુલ રૂા. 20,488નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.