ભુજ, તા. 18 : માંડવીથી ભુજ આવી રહેલા ગેરકાયદે
ઘઉં-ચોખાના જથ્થાને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડી 559 કિલો ચોખા કિં. રૂા. 11,180, 190 કિલો ઘઉં કિં. રૂા. 3,800, વાહન કિં. રૂા. 1,00,000 તથા વજનકાંટો કિં. રૂા. 1,000 મળી કુલ રૂા. 1,15,980ના મુદ્દામાલ સાથે ચાલકને પકડી પાડયો હતો.પોલીસે આપેલી વિગતો
મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હાથ
ધરાયેલી કાર્યવાહીમાં માંડવીથી છોટા હાથી નં. જીજે 03 બીટી 8567વાળાની અટક કરાઈ હતી. વાહનચાલક
તૌફિક મહમદહનીફ હાલા પાસેથી અનાજના આ જથ્થા અંગે આધાર-પુરાવા મગાતાં તે આપી શક્યો નહોતો.
પોલીસે ગેરકાયદે જથ્થો લઈ જવા બાબતે આરોપીની અટક કરી મુદ્દામાલ કબજે લીધો હતો અને કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી હતી.