બેંગ્લોર, તા. 17 : રોયલ ચેલેન્જર્સ બેંગલોરની
વિજય પરેડ વખતે મચેલી ભાગદોડ 11 લોકો માટે
જીવલેણ બની હતી. આ ઘટના પર કર્ણાટક સરકારના અહેવાલમાં લોહિયાળ ભાગદોડ માટે આરસીબીને
જવાબદાર લેખાવાઈ હતી. સાથોસાથ જસ્ટિસ માઈકલ ડિકુન્હા આયોગનો અહેવાલ સ્વીકાર્યા બાદ
રાજ્યમંત્રી મંડળી બેઠકમાં આરસીબી તેમજ કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન સામે ફોજદારી
કેસ ચલાવવાનો નિર્ણય લેવાયો હતો. કર્ણાટક સરકારે કહ્યું હતું કે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી)એ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય પરેડ માટે સરકાર પાસેથી કોઈ અનુમતિ
લીધી નહોતી. રાજ્ય સરકારના મંત્રી દિનેશ ગુંડુરાવે ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે,
આરોપ-પ્રત્યારોપની રમત નહીં; પરંતુ ભાગદોડના જવાબદારો
સામે. આઈપીએલની 18મી સિઝનમાં
પોતાનો પહેલો ખિતાબ જીતવાની ઉજવણી રૂપે આરસીબીએ યોજેલી વિક્ટરી પરેડ વખતે ભાગદોડ પણ
કર્ણાટક સરકારે આજે સ્થિતિ અહેવાલ જારી કર્યો હતો. જો કે, સરકારે એવું પણ કહ્યું હતું કે, આયોજન અચાનક રદ્દ કરવાથી હિંસા ભડકી શકે તેવી શક્યતા સર્જાઈ હતી અને શહેર કાયદો
વ્યવસ્થાની સ્થિતિ બગડી ગઈ હોત. કર્ણાટક સરકારના આરસીબીને ભાગદોડ માટે જવાબદાર લેખાવતા
અહેવાલમાં વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કરાયો હતો. રાજ્ય સરકારના અહેવાલ અનુસાર પોલીસે
અનુમતિ આપવાનો ઈન્કાર કર્યા પછી પણ આરસીબી દ્વારા કાર્યક્રમમનો પ્રચાર જારી રખાયો હતો.
જસ્ટિસ માઈકલ ડિકુન્હાની અધ્યક્ષતામાં રચિત આયોગે આરસીબી અને કેએસસીએ સંબંધિત વિભિન્ન
મુદ્દે ઊંડી તપાસ કરી હતી, જેમાં આર્થિક અનિયમિતતા, પ્રબંધનમાં પારદર્શકતાની કમી અને અન્ય ગંભીર ઉલ્લંઘન સામે આવ્યા હતા. જેને
મંત્રીમંડળે ગંભીરતાથી લીધા છે અને અહેવાલનો સર્વસહમતીથી સ્વીકાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કાર્યક્રમના આયોજક ડીએનએ એન્ટરટેઈમેન્ટ નેટવર્ક્સ પ્રાઈવેટ લિમિટેડે પોલીસને
ત્રીજી જૂને માત્ર પરેડ અંગે જાણકારી આપી હતી. જો કે, ઔપચારિક
અનુમતિ માંગી નહોતી. અનુમતિ લેવી અનિવાર્ય છે. આવાં આયોજન માટે સાત દિવસ પહેલાં મંજૂરી
લેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર આરસીબીએ પોલીસ સાથે વિચારવિમર્શ કર્યા વિના લોકોને
આમંત્રણ આપ્યું હતું. સવારે 7.01 વાગ્યે એક ફોટો પોસ્ટ થયો હતો અને તેમાં લોકો માટે ફ્રી એન્ટ્રીની
વાત હતી અને જુલૂસ માટે આમંત્રણ આપ્યું હતું.