નવી દિલ્હી, તા. 14 : બાર કાઉન્સિલ
ઓફ ઇન્ડિયાએ હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને વકીલ તરીકે નોંધણી
કરવા પર રોક લગાવી દીધી હતી, જેનો
ભારે વિરોધ થયો હતો, હવે આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ
સૂર્યકાંતની બેંચે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, `બંધારણમાં શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે
વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. તેથી વિદ્યાર્થીઓને
પ્રોટેસ્ટ કરવાનો પૂરો હક છે અને તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.' `કોકરોચ' શબ્દ પર મુખ્ય ન્યાયમૂર્તિ બોલ્યા હતા કે,
મારી મૌખિક ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરાઇ હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે
સુનાવણી દરમિયાન પોતાના વિદ્યાર્થીકાળને યાદ કરતા કહ્યું હતું કે, `હું પણ વિદ્યાર્થી તરીકે સક્રિય રહ્યો છું.
જો માની પણ લઈએ કે તેઓ ખોટા છે, છતાં
પણ તેમને વિરોધ કરવાનો અધિકાર છે. આ મારી અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાતચીત છે. આ મુદ્દો
ઉઠાવનારા બીસીઆઇ કોણ છે? આ સંપૂર્ણપણે બિનજરૂરી છે અને બીસીઆઇને
આમાં કોઈ લેવાદેવા નથી. 'ચીફ જસ્ટિસે તમામ વિદ્યાર્થીઓને વકીલ
તરીકે પોતાની નોંધણી (રજિસ્ટ્રેશન) કરાવવા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશન સાથે જોડાવવા
માટે કહ્યું હતું. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું હતું કે,
`હું આ વિદ્યાર્થીઓને મફત કાનૂની સહાય પૂરી
પાડતા કોર્સ અને કામગીરી માટેની પેનલમાં સામેલ કરશે. આ વિવાદની શરૂઆત નીટ પેપર લીક
સામે થયેલા વિદ્યાર્થીઓનાં પ્રદર્શનથી થઈ હતી. તે સમયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન
ચીફ જસ્ટિસની એક ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરાતાં ગેરસમજ ઊભી થઈ હતી. આ બાબતથી નારાજ
થઈને હૈદરાબાદની ગઅકજઅછ લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાના દીક્ષાંત સમારોહ (પદવીદાન
સમારોહ)માં ઈઉંઈંને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનો શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો.