નવી દિલ્હી, તા. 14 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ, 2026ના દિલ્હી
લાલ કિલ્લાથી 80મા સ્વતંત્રતા દિવસ સમારોહની આગેવાની કરશે.
આ વખતે સમારોહનું મુખ્ય ફોકસ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્નાં 150 વર્ષ અને વિકસિત ભારત-2047નાં નિર્માણમાં યુવા શક્તિની
ભૂમિકા ઉપર રહેશે. આ દરમિયાન લાલ કિલ્લાના સ્વતંત્રતા દિવસ સમારોહમાં પહેલી વખત વંદે
માતરમ્ ગવાશે. સ્વતંત્રતા દિવસ સમારોહને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ ચાંપતી
કરવામાં આવી છે, જેમાં 20 હજાર જવાનની તૈનાતી અને એક
મલ્ટિ લેયર સર્વેલન્સ નેટવર્ક તૈયાર થયું છે, જેમાં દિલ્હી પોલીસની અલગ - અલગ યુનિટ, અર્ધસૈનિક દળ,
કમાન્ડો અને એનએસજી ટીમો તેમજ સ્નાઇપર્સ અને સ્પેશિયલ હીટ ટીમો તૈનાત
રહેશે. સાથે જ 1,000 સીસીટીવી, ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ અને નંબર પ્લેટ ડિટેક્શન
સિસ્ટમ પણ રહેશે.