• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

3000 કિ.મી. દૂરના શત્રુને ભસ્મ કરશે અગ્નિ-4

નવી દિલ્હી, તા. 6 : ભારતે આજે ઓરિસ્સાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ 3000 કિ.મી. દૂરના શત્રુઓનાં સ્થળોને પણ તહસનહસ કરી નાખવા માટે સક્ષમ છે. આ મિસાઇલમાં રિંગ લેઝર ગાયરો આધારિત ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ અને અતિ વિશ્વસનીય માઇક્રો નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરાયો છે. તેની રીએન્ટ્રી હિટ શિલ્ડ સૌથી મોટી ખાસિયત છે અને તે 4000 ડિગ્રી તાપમાનમાં પણ સુરક્ષિત રહેશે.

Panchang

dd