અમદાવાદ/સુરત, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં ચોમાસાની સત્તાવાર રીતે ધમાકેદાર
એન્ટ્રી થઈ ચૂકી છે. અત્યાર સુધી રાજ્યના સરેરાશ કુલ વરસાદની સામે 113.63 મીલીમીટર અર્થાત સરેરાશનમા
12.87 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો
છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ-આહવામાં 9.8 ઈંચ, વલસાડના કપરાડામાં 9.5 ઈંચ, ડાંગના વઘઇમાં 7.7 ઈંચ, સુબીરમાં 7.1 ઈંચ અને વલસાડના ધરમપુરમાં
6.6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે
પરિણામ સ્વરુપ આ વિસ્તારોમાં પરિસ્થિતિ બગડી છે. અત્યાર સુધીમાં બોટાદમાં 117, અમરેલીમાં 80, ભાવનગરમાં 729 અને સુરેન્દ્રનગરમાં 134 મળીને કુલ 1060 જણાનું સ્થળાંતર કરાયું છે
અને પાણીમાં ફસાયા હોય એવા 189 જણાને બચાવી
લેવાયા છે. ભારે વરસાદને કારણે 13,423 ગામોમાં
વીજળીને અસર થઈ હતી. જેને તાકીદના ધોરણે રિપેર કરાયા હતા. હાલની સ્થિતિએ 11 ગામોમાં અંધારપટ છે. 4 જેટેલા સ્ટેટ હાઈવે, 1 નેશનલ હાઈને, પંચાયતના 181 અને અન્ય 10 મળીને કુલ 196 જેટલા રસ્તા હાલ બંધ કરાયા
છે. મુખ્યમંત્રીએ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી
હાલની સ્થિતિએ જે માર્ગો બંધ છે તે માર્ગોને સત્વરે પુન: કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા
અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે ગ.ઉ.છ.િ.ની
13 ટીમો 12 જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 12.87 ટકા જેટલો નોંધાયો છે. જેમાં
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 20.12 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 12.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 8.15 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 8.99 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. સુરતમાં વરસાદને પગલે અનેક નીચાણ વાળા વિસ્તારોમાં
પાણી ભરાતા સુરત મનપાની પ્રીમોનસુન કામગીરી પર સવાલો ઉઠ્યા છે. વલસાડ જિલ્લાની દમણગંગા
નદીમાં નવા નીરની આવક વધુ થતા મધુબન ડેમમાં આજે સવારે 51 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ
હતી જે વધીને સાંજે 91,117 ક્યૂસેક
પાણીની આવક થઈ હતી. જેથી વલસાડના નીચાણ વાળા વિસ્તારોમાં સાવચેત રહેવા અધિકારીઓ દ્વારા
અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગના
આજે વહેલી સવારથી મોડી સાંજ સુધી નોંધાયેલા વરસાદી આંકડા મુજબ સુરત જિલ્લાના ઓલપાડમાં
89 મીમી, માંગરોળમાં 64 મીમી, ઉમરપાડામાં 72 મીમી, કામરેજમાં
53 મીમી, બારડોલીમાં
50 મીમી અને સુરત સિટીમાં 36 મીમી વરસાદ નોંધાયો છે. નવસારી
જિલ્લાના ચીખલીમાં 40 મીમી, વાંસદામાં 40 મીમી, ખેરગામમાં 98 મીમી વરસાદ નોંધાયો છે. તેમજ
વલસાડ જિલ્લામાં ધરમપુરમાં 108 મીમી, પારડીમાં 128 મીમી, કપરાડામાં 115 મીમી, ઉમરગામમાં 99 મીમી, વાપીમાં 170 મીમી તેમજ વલસાડ શહેરમાં 62 મીમી વરસાદ નોંધાયો છે. તથા
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 59 મીમી, વઘઈમાં 87 મીમી, સુબીરમાં 56 અને સાપુતારામાં 68 મીમી વરસાદ નોંધાયો છે.